ભાજપ જીતશે આટલી બેઠકો, કોંગ્રેસની સ્થિતિ 2019થી ખરાબ થશે, વાંચો કોણે કરી ભવિષ્યવાણી
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે 19 એપ્રિલે ઓછા મતદાનથી રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ ચોક્કસપણે ચિંતામાં મૂકાયા છે, પરંતુ તમામ પક્ષો અને નેતાઓ બીજા તબક્કામાં બમ્પર મતદાનની અપેક્ષા રાખી રહ્યા છે.

ભાજપ માટે કરી ભવિષ્યવાણી…
આ દરમિયાન ટોચના અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ 2024ની ચૂંટણીમાં ભાજપ(BJP)ની મોટી જીતની આગાહી કરી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપ પોતાના દમ પર 330 થી 350 સીટો જીતી શકે છે. એટલું જ નહીં, તે તમિલનાડુ (Tamil Nadu) જેવા રાજ્યમાં 5 બેઠકો લાવી શકે છે, જ્યાં તે ખૂબ જ નબળો છે. કોંગ્રેસ (Congress)ને કેટલી સીટો મળશે? આ અંગે પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું હતું.
હાલમાં જ પોતાનું નવું પુસ્તક ‘હાઉ વી વોટ’ રિલીઝ કરનારા સુરજીત ભલ્લાએ કહ્યું કે આ વર્ષે ચૂંટણીમાં ભાજપને 330 થી 350 સીટો મળી શકે છે. ભલ્લાએ કહ્યું, એવી સંભાવના છે કે ભાજપ પોતાના દમ પર 330 થી 350 સીટો જીતી શકે છે. હું અહીં માત્ર બીજેપી વિશે જ વાત કરી રહ્યો છું, તેમાં તેના ગઠબંધન પાર્ટનર્સ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગીઓનો સમાવેશ થતો નથી. સુરજીતની આગાહી મુજબ, ભાજપને 2019 કરતા વધુ સીટો મળશે. 2024ની ચૂંટણીમાં 5 થી 7 ટકા વધુ બેઠકો મળી શકે છે.
કોંગ્રેસને કેટલી સીટો મળશે?
ચાર દાયકા સુધી ભારતની ચૂંટણીઓ પર નજર રાખતાં અર્થશાસ્ત્રીએ કહ્યું કે સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં એક લહેર જોવા મળે છે. આ એક- લહેરની ચૂંટણી હોઈ પણ શકે કે ન પણ હોઈ શકે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસને 44 બેઠકો મળી શકે છે. વિપક્ષના ગઠબંધનમાં સમસ્યા નેતૃત્વની છે. એ વાત સાચી છે કે અર્થવ્યવસ્થા સૌથી વધુ મહત્વની છે, પરંતુ નેતૃત્વ પણ બીજા સ્થાને આવે છે અને બંને બાજુએ ભાજપ મજબૂત છે. જો વિપક્ષે એવા નેતાની પસંદગી કરી લીધી હોત જે પ્રજા વચ્ચે પીએમ મોદીની તુલનાએ અડધી પણ અપીલ કરે તો મને લાગે છે કે આ વખતની ચૂંટણી રસપ્રદ અને ટક્કરની બની ગઇ હોત.
તમિલનાડુમાં 5 બેઠકો જીતવાની આગાહી
તેમણે આગાહી કરી હતી કે તમિલનાડુમાં ભાજપ ઓછામાં ઓછી પાંચ બેઠકો જીતી શકે છે. આ દક્ષિણ ભારતનું રાજ્ય છે, જ્યાં ભાજપ પરંપરાગત રીતે નબળો મનાય છે. અહીં હરિફાઈ માત્ર DMK અને AIDMK વચ્ચે જ જોવા મળી રહી છે. ભલ્લાએ કહ્યું, “જો ભાજપને તમિલનાડુમાં પાંચ કે તેથી વધુ બેઠકો મળે તો મને આશ્ચર્ય થશે નહીં. કેરળમાં કદાચ એક કે બે બેઠકો મળે.”
