ભાજપ કયા મોટા માથાઓની ટિકિટ કાપશે ? વાંચો
શા માટે નામ કપાશે ?
લોકસભાની ચુંટણી માટે બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ભાજપ દ્વારા મંથન ચાલી રહ્યું છે. ત્રીજી યાદી બહાર પાડવાની છે અને તેમાં કેટલાક મોટા નિર્ણયો પણ થઈ શકે છે અને મોટા માથાઓના નામ કપાઈ શકે છે. જેમાં મેનકા ગાંધી અને એમના પુત્ર વરુણ ગાંધીના નામની પણ ચર્ચા છે. એમના નામ કપાઈ શકે છે . વરુણ ગાંધી અપક્ષ તરીકે ઝંપલાવી શકે છે તેવી ચર્ચા છે.
વરુણ ગાંધી પીલીભિત બેઠક પરથી લડે છે પણ આ વખતે એમનું નામ યાદીમાં નહીં હોય તેમ માનવામાં આવે છે. એ જ રીતે સુલ્તાનપુર બેઠક પરથી મેનકા ગાંધીનું નામ પણ કપાઈ શકે છે. ચર્ચા એવી છે કે વરુણ પાછલા દિવસોમાં પાર્ટીના વિચારો અને પગલાનીં ટીકા કરતાં રહ્યા છે માટે પાર્ટી એમને ટિકિટ આપવા માંગતી નથી. વરુણ ગાંધી નૉમિનેશનના 4 સેટ પણ મંગાવી રાખ્યા છે અને તેઓ અપક્ષ તરીકે પણ ઝંપલાવી શકે છે.
એ જ રીતે મેનકા ગાંધીના સ્થાને આ વખતે ભાજપ પ્રેમકુમાર શુક્લાને ટિકિટ આપી શકે છે તેમ મનાય છે. શુક્લા યુપીના જ રહેવાસી છે અને 9 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તેઓ શિવ સેનામાં હતા. આમ આ બંને માં દીકરાની ટિકિટ કપાઈ શકે છે અને તે નિશ્ચિત માનવામાં આવે છે.
મેનકા ગાંધીને જો પાર્ટી ટિકિટ નહીં આપે તો તેઓ કઈ બાજુ જશે તે અંગે હજુ સુધી મેનકાએ કોઈ સંકેત આપ્યો નથી. ભાજપની ત્રીજી યાદી ટૂક સમયમાં જ બહાર પડી શકે છે.