Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ISISના આતંકવાદી શાહનવાઝનો મોટો ઘટસ્ફોટ, વાંચો શું કર્યું

Mon, January 8 2024

-અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત હતા નિશાના ઉપર, રેકી પણ કરી હતી

દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાઝ આલમે એવો ખુલાસો કર્યો છે કે આઈ.એસ. ગુજરાતમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતું અને આ માટે રેકી પણ કરી હતી.. પોલીસ પૂછપરછ દરમિયાન આતંકી શાહનવાઝે જણાવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. બોમ્બ વિસ્ફોટોથી ગુજરાતમાં આતંક મચાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આતંકવાદીએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઘણા શહેરો ISISના નિશાના પર છે.

શાહનવાઝે જણાવ્યું કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને હચમચાવવાનો નિર્ણય કર્યો હતો. આઈએસ જાણે છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે, તેથી તે મુખ્ય વિસ્તાર છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો. આતંકવાદી શાહનવાઝની દિલ્હી પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી. તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.

પૂછપરછ દરમિયાન આતંકીએ જણાવ્યું કે ISના આતંકીઓ ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા અને અહીં બે દિવસ રોકાયા હતા. પ્રથમ દિવસે, તેમણે રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, રાજકીય નેતાઓના VIP માર્ગો/રસ્તા, અટલ બ્રીજ તેમજ ભીડવાળા બજાર સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. બોહરા સમુદાયની મસ્જિદ/દરગાહ, અમદાવાદમાં મઝાર/દરગાહ, સાબરમતી આશ્રમ જેવા સ્થળો આતંકવાદીઓના નિશાન હતા.

બીજા દિવસે વહેલી સવારે તેઓ ગાંધીનગર ગયા હતા. અહીં આતંકવાદીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) કાર્યાલય, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ આ સ્થળોની ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી કરી હતી જેથી તેઓ તેમના નાપાક હેતુને પાર પાડી શકે. આ કામ માટે તેણે ત્યાં ભાડે બાઇક લીધું હતું, જેના દ્વારા તેણે આખા શહેરમાં રેકી કરી હતી અને મહત્વની જગ્યાઓ શોધી કાઢી હતી જેને નિશાન બનાવવાની હતી.

આતંકવાદીઓ વડોદરા-સુરતને પણ નિશાન બનાવવા માંગતા હતા

આતંકવાદી શાહનવાઝે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે આતંકવાદી સાંજે વડોદરા ગયો હતો અને રેલવે સ્ટેશન પાસેની હોસ્ટેલમાં રૂમ લીધો હતો. બીજા દિવસે તેણે ભાડાનું સ્કૂટર લીધું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ અને રેલ્વે સ્ટેશનની રેકી કરી. અહીં તમામ સ્થળોની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

તે જ દિવસે સાંજે આતંકવાદીઓ સ્કૂટર પરત કરીને ટ્રેનમાં સુરત ગયા હતા. ફરી એકવાર સુરતમાં પણ ભાડે સ્કૂટી લીધી. સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયો હતો. બીજા દિવસે સવારે તેણે સુરત શહેરની રેકીશરૂ કરી. શહેરમાં ફરતી વખતે તેણે આકસ્મિક રીતે સુરતમાં જ્યુઈશ સેન્ટર જોયું અને આ જગ્યાના ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી કરી હતી.

શાહનવાઝે જણાવ્યું છે કે આતંકવાદીઓ હીરા બજાર અને સુરતની જિલ્લા અદાલતમાં ગયા હતા. મંદિર વિસ્તારો (ઇસ્કોન મંદિર પાસેના 7-8 મંદિરોનું ક્લસ્ટર) પણ લક્ષ્ય તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ વિસ્તારોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તે જ સાંજ સુધીમાં તે ટ્રેનમાં મુંબઈ પાછો ફર્યો અને ત્યાંથી પુણે પાછો ફર્યો. બીજા દિવસે તેણે મુલાકાત લીધેલ તમામ વિસ્તારોની પીડીએફ/પીપીટી બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યો હતો.

Share Article

Other Articles

Previous

અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના હો તો વાંચી લો આ ખાસ માહિતી

Next

ખાલિસ્તાની આતંકી પન્નુંએ શું ઝેર ઓકયું? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
17 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
18 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
18 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટમાં કલા પ્રદર્શન ‘મોંઘું’ પડશે ! આર્ટ ગેલેરીના તોતિંગ ભાવ વધારાને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી       
ગુજરાત
8 મહિના પહેલા
ગૌ માસને GSTમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ હોવાનો કોંગ્રેસનો આરોપ, આંદોલન કરવાની ચીમકી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
આંદ્રે રસૈલે ૧૨ દડામાં ઝૂડ્યા ૪૩ રન
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વડાપ્રધાનના માર્ગદર્શન, નીતિ અને સહકારથી આજે રાજકોટ સહિત ગુજરાતમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે: ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર