વાયુસેનાની મોટી ભૂલ : સાઉથ કોરિયાના ફાઇટર વિમાનોએ ઉત્તર કોરિયામાં લોકો પર બોમ્બ ઝીંક્યા, 15 લોકો ઇજાગ્રસ્ત
ઉત્તર કોરિયામાં વાયુસેનાની ભૂલને કારણે એક મોટી ઘટના સામે આવી હતી. ગુરુવારે એરફોર્સની તાલીમ કવાયત દરમિયાન દક્ષિણ કોરિયાના ફાઈટર જેટ કેએ-16 માંથી આઠ બોમ્બ આકસ્મિક રીતે ઉત્તર કોરિયાની સરહદ નજીક પડ્યા હતા. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે . એરફોર્સે આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. જોકે અકસ્માત ક્યાં થયો તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ દક્ષિણ કોરિયાના મીડિયાએ જણાવ્યું હતું કે અકસ્માત ઉત્તર કોરિયાની સરહદની નજીક આવેલા શહેર પોચેઓનમાં થયો હતો.
એરફોર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ફાઈટર એરક્રાફ્ટમાંથી અજાણતામાં આઠ એમકે-82 બોમ્બ છોડવામાં આવ્યા હતા. તમામ બોમ્બ નિર્ધારિત ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા. સદનસીબે અમુક નાગરિકો જ ઘાયલ થયા હતા અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. વાયુસેનાએ સ્પષ્ટતા કરી કે તે માનવીય કે ટેકનિકલ ભૂલ હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફાઇટર એરક્રાફ્ટ દ્વારા ફાયર કરવામાં આવેલા બોમ્બ અસાધારણ રીતે ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા, જેના કારણે નાગરિકોની જાનહાનિ થઈ હતી. આ અકસ્માતના કારણની તપાસ કરવા અને નુકસાન નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
ફાઈટર એરક્રાફ્ટ વાયુસેના સાથે સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યું હતું વાયુસેનાએ નાગરિકોને થયેલા નુકસાન માટે માફી માંગી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેણે કહ્યું કે તે પીડિતોને વળતર આપશે અને અન્ય જરૂરી પગલાં લેશે.