સીએએ ને કારણે બંગાળમાં 10 બેઠકો પર ભાજપને મોટો ફાયદો…વાંચો
મતવા સમુદાય ભાજપની ઝોળી છલકાવી દેશે
મતુઆ સમુદાયના દોઢ કરોડથી વધુ મતદારો અનેક બેઠકો પર પરિણામોને પ્રભાવિત કરશે
ભાજપે સીએએના અમલની જાહેરાત કરતા પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપના આ નિર્ણયને કારણે પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયના વર્તસ્વવાળી 10 બેઠકો પર ભાજપના વિજયની તકો ઉજળી બની છે. ભાગલા સમયે તત્કાલીન પૂર્વ પાકિસ્તાન અને હાલના બંગલા દેશમાંથી ભારતમાં વસેલા આ સમુદાય દ્વારા લાંબા સમયથી સીએએ લાગુ કરવાની માગણી થતી હતી. સોમવારે તેની જાહેરાત થયા બાદ મતુઆ સમુદાયના હજારા લોકોએ રસ્તા પર ઉતરી આવી ઉજાણી કરી હતી અને એ દિવસની તુલના બીજા સ્વાતંત્ર દિન સાથે કરી હતી.
મતુઆ સમુદાયનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરાયો છે. પશ્ચિમ બંગાળની અનુસૂચિત જાતિની કુલ વસ્તીમાં મતુઆ સમાદાયનું પ્રમાણ 17.5 ટકા છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ કરોડની વસ્તી અને દોઢ કરોડ કરતાં વધારે મતદારો ધરાવતો મતુઆ સમુદાય મુખ્યત્વે ઉત્તર બંગાળમાં 24 પરગણા જિલ્લામાં વસે છે. એ ઉપરાંત બાંગ્લા દેશની સરહદ સાથે જોડાયેલા નાદિયા કુચબિહાર, હાવરા, ઉત્તર અને દક્ષિણ દીનાપુર અને માલદા જિલ્લામાં પણ તેની નોંધપાત્ર વસ્તી છે. નોંધનીય છે કે બંગાળમાં કુલ 42 બેઠકોમાંથી 10 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2019 માં સીએએ ની જાહેરાતને પગલે મતુઆ સમુદાયનું વ્યાપક સમર્થન મળ્યા બાદ ભાજપે એ અનુસૂચિત બેઠકોમાંથી કુચબીહાર,ઇસનપુર, જલપાઈગુરી અને બોનગામ બેઠક પર વિજય મેળવ્યો હતો.
પશ્ચિમ બંગાળની 33 વિધાનસભાની બેઠકો પર મતુઆ સમાજના મતો નિર્ણાયક બને છે. એ ઉપરાંત બીજી 50 બેઠકો પર આ સમુદાયના મતદારો પરિણામો ઊંધા ચતા કરી શકે છે.
આ કારણે મતુઆ વોટબેંકનું મહત્વ
24 પરગણા ની 33 વિધાનસભા બેઠકોમાંથી 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસી ને 27 બેઠકો મળી હતી. જોકે 2019 માં ભાજપે સીએએ લાગુ કરવાની ઘોષણા કર્યા બાદ મતુઆ સમુદાયે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. 2019 ની લોકસભાની ચૂંટણીમાં એ વિસ્તારના સંસદીય મતક્ષેત્ર હેઠળની વિધાનસભાની બાર બેઠકોમાં ભાજપને સરસાઈ મળી હતી. બોનગાવ સંસદીય મત ક્ષેત્રમાં મતુઆ સમાજના 40 ટકા મતદારો છે. અન્ય ચાર બેઠકો પર મતુઆ સમુદાય 30 ટકા કરતાં વધારે મતદારો ધરાવે છે. 2019 માં એ વોટ બેન્કના સહારે ભાજપે બોનગાવ અને રાજઘાટની બેઠકો પર વિજર મેળવ્યો હતો. દક્ષિણ બંગાળના નાદિયા જિલ્લામાં 2019 માં એ સંસદીય મતવિસ્તાર હેઠળના 17 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 ઉપર ભાજપને સરસાઈ મળી હતી. આ સમુદાયને રિઝવવા માટે 2021 ની ધારાસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની મુલાકાત સમયે ત્યાં ઠાકુરવાડી ખાતે આવેલ મતુઆ સમુદાયના સંતની સમાધિના દર્શને પણ ગયા હતા.
મતુઆ સમુદાય રાજકારણમાં સક્રિય
મતુઆ મહાસંઘ ની સ્થાપના હીરાચંદ ઠાકુરે કરી હતી. 1962માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. બાદમાં તેમના પત્ની બીનાબની દેવીએ એ સમુદાયનું નેતૃત્વ સ્વીકાર્યું હતું. તેમના પુત્ર કપિલ કૃષ્ણા ઠાકોર 2015માં બોનગાવની બેઠક પરના ટીએમસીના સાંસદ હતા. તેમના બીજા પુત્ર મંજુલ ક્રિષ્ના 2011માં ટીએમસી ની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 2019 માં જો કે મંજુલ ક્રિષ્નાના પુત્ર શાંતનુકુમાર ભાજપમાં જોડાઈ ગયા હતા અને બોનગાવની બેઠક પરથી સાંસદ બન્યા હતા. હાલમાં તેઓ કેન્દ્રીય મંત્રી છે. તેમના ભાઈ સુબ્રતો ઠાકુર પણ ભાજપના ધારાસભ્ય છે.
