ભારત,મધ્યપૂર્વ,યુરોપ ઈકોનોમિક કોરિડોર લોન્ચ કર્યું, રોકાણ વધશે
જી -20 સમિટના પ્રથમ દિવસે ભારાંત અને અમેરિકાએ મોટી સિધ્ધી મેળવી હતી અને એક ઐતિહાસિક કરાર કર્યા હતા. જેના વિષે અમેરિકી પ્રમુખ બાઈડને ભારે ખુશાલી પ્રગટ કરી હતી.
વડાપ્રધાન મોદી અને બાયડને ભારત, મધ્યપૂર્વ,યુરોપના ઈકોનોમિક કોરિડોરનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારબાદ મોદીએ આ મુજબની જાહેરાત કરી હતી.
બાયડને પણ કહ્યું હતું કે આ કોરિડોરથી વિકાસ ઝડપી બનશે અને રોકાણમાં વધારો થશે અને આ કરાર બદલ હું મોદીને ધન્યવાદ આપું છું. એમણે કહ્યું હતું કે બધા સાથે મળીને કામ કરશે અને એક સારા ભવિષ્યની આશા પ્રબળ બની છે.
વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે આવનારી પેઢીઓ આ કામને યાદ રાખશે અને એમનો વિકાસ અવિરત થતો રહશે.