દિલ્હીમાં બે દિવસ માટે G-20 શિખર સમ્મેલનનો પ્રારંભ થયો છે અને શરુઆતના સત્રમાં તમામ મહેમાનોનું સ્વાગત વડાપ્રધાને કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનના ટેબલ આગળ દેશના નામમાં ઈન્ડિયાની જગ્યાએ અંગ્રેજીમાં ભારત લખેલું જોવા મળ્યું હતું. આના પરથી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ખરેખર દેશનું નામ બદલાયું છે?
કોઈ દેશની સત્તાવાર મીટિંગમાં તે દેશના રાષ્ટ્રપ્રમુખની આગળ દેશના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વખતે પીએમ મોદીની આગળ ઈન્ડિયાની જગ્યાએ અંગ્રેજીમાં ભારત લખેલું જોવા મળ્યું જે ફરી એકવાર દેશનું નામ બદલવાની ચર્ચાને જોર આપી રહ્યું છે જો કે સરકાર તરફથી આને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ બારામાં ફરી ચર્ચાએ જોર પકડયું છે. વિપક્ષ આ મુદ્દે આક્રમક છે.