- SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના આદેશના વિરોધમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ આપ્યું છે એલાન
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે. ઘણા દલિત સંગઠનોએ ભારતને સમર્થન આપ્યું હતું. બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે, તમામ જિલ્લાની પોલીસને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC/ST અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિષેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે.
ભારત બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓને અસર થવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ રહે તેવી શકયતા છે.