ભાગ્યશ્રીએ માણ્યો ગાંઠિયા-જલેબીનો સ્વાદ
આમ તો કાઠીયાવાડનાં ગાંઠિયા અને જલેબી વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં અવેલેબલ હોય જ છે..પણ આપણા આંગણે બનતા ગાંઠિયા-જલેબી અને સાથે મરચા-સંભારાનો સ્વાદ જ અલગ હોય છે, દાઢે વળગે એવો હોય છે. વોઈસ ઓફ ડે આયોજિત વુમન્સ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે રાજકોટ આવેલા અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ સોમવારે બ્રેકફાસ્ટમાં તેનો સ્વાદ માણ્યો હતો અને એટલુ જ નહી પરિવાર માટે મુંબઈ પણ લઇ ગયા હતા. ભાગ્યશ્રીને આપણુ ઊંધિયુ પણ ખુબ ભાવે છે..