બાબાની રવિવારે સાંજે દફન વિધિ થઈ
સલમાન સહિતના નિકટના મિત્રો હાજર રહ્યા
શનિવારે રાત્રે મુંબઇમાં બાંદ્રા વિસ્તારમાં એનસીપી પવાર જૂથના નેતા બાબા સિદ્દિકીની હત્યા થયા બાદ પોલીસ ધંધે લાગી છે અને બીજી બાજુ બાબાના આખરી દર્શન માટે એમના ઘરે લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી. રવિવારે સાંજે બાબાની દફનવિધિ કરવામાં આવી હતી.
બાંદ્રાના બડા કબ્રસ્તાનમાં બાબાની દફન વિધિ થઈ હતી. એ પહેલા જનાજાની નમાઝ અદા કરવામાં આવી હતી અને તેમાં પણ અનેક લોકો શામેલ થયા હતા. અભિનેતા સલમાન ખાન સહિતની હસ્તીઓ આવી પહોંચી હતી. રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને બાબાના નિકટના સાથીઓ દફન વિધિમાં આવ્યા હતા.
બાબાના ઘરે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જતાં પોલીસે વ્યવસ્થા સંભાળી હતી. બાબાના અંતિમ દર્શન માટે ભારે ભીડ ભેગી થઈ હતી.