ગજબનો ગ્રાહક !! Swiggyએ ફ્રીમાં અડધો કિલો ટમેટા આપ્યા તો થયો ગુસ્સે, પોસ્ટ થઈ વાયરલ
જો કોઈ ઓનલાઈન શોપિંગ કંપની કોઈ વસ્તુ ફ્રીમાં આપે છે, તો મોટાભાગના લોકો ખુશ થાય છે, પરંતુ બેંગલુરુના એક વ્યક્તિ આનાથી ગુસ્સે થઈ ગયા. વ્યવસાયે પ્રોડક્ટ ડિઝાઇનર એવા આ વ્યક્તિએ સ્વિગી ઇન્સ્ટામાર્ટમાંથી અમુક સામાનનો ઓર્ડર આપ્યો હતો, જેની સાથે કંપનીએ કાર્ટમાં અડધો કિલો ટમેટાં મફતમાં ઉમેર્યા હતા. ગ્રાહકે કાર્ટમાંથી ટમેટા કાઢવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં, ગ્રાહકે સ્વિગી ઇન્સ્ટામાર્ટની આ પદ્ધતિને ડાર્ક પેટર્ન ગણાવી છે. ગ્રાહકે આ માહિતી ફેસબુક પર પોસ્ટ કરી, જેનો સ્ક્રીન શોટ હવે વાયરલ થઈ રહ્યો છે.
Very bad design in Swiggy Instamart, where an item is automatically added to my cart. I don’t want tomatoes but I cannot remove it from my cart. Even if I am not paying for it, this is basket sneaking which is a dark pattern. pic.twitter.com/9mRpqqexWL
— Bengaluru man (@NCResq) October 12, 2024
બેંગલુરુના એક પ્રોડક્ટ ડિઝાઇનરને જ્યારે મફતમાં ટામેટાં મળ્યા ત્યારે તેઓ બહુ ખુશ ન હતા. તેણે તેને ‘ડાર્ક પેટર્ન’ ગણાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેણે સ્વિગી ઈન્સ્ટામાર્ટ પર તેની સંમતિ વિના ઓર્ડરમાં 500 ગ્રામ ટામેટાં મફતમાં ઉમેરવાનો આરોપ મૂક્યો, જેને દૂર કરવાનો કોઈ વિકલ્પ નહોતો.
ચંદ્ર રામાનુજન નામના આ ડિઝાઈનરે પોતાની પોસ્ટમાં લખ્યું છે – જો કોઈને તેના માટે પૈસા ચૂકવવા ન પડે તો પણ તે ડાર્ક પેટર્ન છે. આ બાબતે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ પોસ્ટ પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે તે એક મફત વસ્તુ છે, તેથી તેને બાસ્કેટ સ્નીકિંગ અથવા ડાર્ક પેટર્ન કહેવું ખોટું છે. જ્યારે કેટલાક માને છે કે તે મફત વસ્તુ હોવા છતાં, કાર્ટનું નિયંત્રણ ગ્રાહકના હાથમાં હોવું જોઈએ. આ અંગે એક્સ પર ચર્ચા છેડાઈ છે અને લોકો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોને આશ્ચર્ય થયું કે મફત વસ્તુઓને પણ ડાર્ક પેટર્ન કેવી રીતે ગણી શકાય, જ્યારે ઘણા લોકો તેની સાથે સહમત હતા. આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે કે શું મફત વસ્તુઓ પણ ગ્રાહકને બળપૂર્વક રજૂ કરી શકાય છે.