હરિયાણામાં અવળી ગંગા ભાજપના સાંસદ કોંગ્રેસમાં…વાંચો
હિસ્સારના સાંસદ બીજેન્દ્ર સિંહનું રાજીનામું
આખા દેશમાં રાજકારણીઓ પોતાનો માતૃપક્ષ છોડીને ભાજપના શરણે જઈ રહ્યા છે ત્યારે હરિયાણામાં ભાજપના એક સાંસદ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.લોકસભાની ચૂંટણી પૂર્વે હરિયાણાની હિસ્સાર બેઠકના ભાજપના સાંસદ બ્રીજેન્દ્ર સિંઘે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભાજપને ઝાટકો લાગ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી અને રાજકીય કારણોસર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રવેશ કર્યો હતો. લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના સંભવિત ગઠબંધન નો બીજેન્દ્ર સિંઘે વિરોધ કર્યો હતો. ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંઘ સામેના મહિલા પહેરવાનોના આંદોલનને પણ તેમણે ખુલ્લો ટેકો આપ્યો હતો
આઈએએસ અધિકારી તરીકે હરિયાણામાં 21 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દુષ્યંત ચૌટાલા સામે 3.14 લાખ મતની સરસાઈથી વિજેતા થયા હતા.
તેમના પિતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર સિંઘ પણ 2014માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.તેઓની પણ કોંગ્રેસમાં પુનઃ વાપસી થવાની સંભાવના છે.નોંધનીય છે કે 2019 માં હરિયાણાની તમામ 10 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે હિસાબની બેઠકના આ સાંસદ કોંગ્રેસમાં જોડાઈ તથા નવા સમીકરણો રચાયા છે.
