દિલ્હીમાં EDની ટીમ પર હુમલો : એક કર્મી ઘાયલ, સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા ગયા’તા અધિકારીઓ
દિલ્હીમાં દરોડા પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એડિશનલ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ પણ ઘાયલ થયા છે. મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીની ટીમ દરોડા પાડવા રાજધાનીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે પાંચ લોકો હતા જેમાંથી એક ભાગવામાં સફળ રહ્યો હતો. આરોપી વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઇડીની ટીમ સાયબર ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં દરોડા પાડવા પહોંચી હતી. આ તપાસ PPPYL સાયબર એપ ફ્રોડ કેસ સાથે સંબંધિત છે. આ ઘટના કપાસેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બિજવાસન વિસ્તારમાં બની હતી. EDની ટીમ દરોડા પાડવા માટે ‘AK Farm’ નામના ફાર્મ હાઉસ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ કેસના આરોપી અશોક શર્મા અને તેના ભાઈએ ED ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, આજે સવારે EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રૉડ કેસની તપાસ માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. અહીં EDની ટીમ પર આરોપી અશોક શર્મા અને તેના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઘાયલ થયા છે. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. દરમિયાન હુમલા દરમિયાન એક આરોપી નાસી છૂટ્યો હતો.
આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે. અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
FIR નોંધાવવામાં આવી
આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અધિકારીઓ દરોડા પાડી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.