ઔરંગાબાદની મદ્રેસામાં16 વર્ષના તરુણ પર તાલીબાની અત્યાચાર…જુઓ શું કર્યું
ઘડિયાળ ચોરીનો આરોપ મૂકી ઢોર માર માર્યો
સુરત નો તરુણ મૌલાના બનવા ગયો હતો
મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લાના ખુલદાબાદ ગામમાં મુસ્લિમ ધાર્મિક સ્થળ ખાતે આવેલી ભદ્રસામાં 16 વર્ષના મુસ્લિમ તરુણ ને ઘડિયાળ ચોરીની આશંકા પરથી અર્ધનગ્ન કરીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તાલીબાનો સજા રૂપે કોરડા ફટકારે છે તે રીતે આ તરુણ ને અર્ધનગ્ન કરી દસ શખ્સોએ બેરહેમી થી મુક્કા અને લાતો મારી સજા કરી હતી. અત્યાચારીઓ તરુણની ઉઘાડી પીઠ ઉપર થુંક્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં રહેતા આ તરુણને તેના માતા પિતાએ મૌલાના બનાવવા માટે એ મદ્રેસામાં મોકલ્યો હતો. ત્યાં તેના પર ઘડિયાળ ચોરીનો આરોપ મૂકી આ પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ઘટના અંગેના વીડિયોમાં એ તરુણ ચોધાર આંસુએ રડતો તથા પોતાને માર ન મારવા માટે કાકલુદી કરતો નજરે પડે છે. એ વિડીયો અંગે જાણ થયા બાદ તરુણના માતા-પિતા ઔરંગાબાદ દોડી ગયા હતા. તેમણે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને ત્યાંથી બહાર નહીં નીકળવા દેવાની ધમકી આપી હતી.
જોકે પરિવારજનોએ બનાવ અંગે જાણકારી આપ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તરુણને મુક્ત કરાવ્યો હતો. તેના માતા પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે