આસારામને છાતીમાં દુખાવો; જયપુરની એઇમ્સમાં ખસેડાયા
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જોધપુરની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે આસારામે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ જેલના અધિકારીઓ તેને જેલ ડિસ્પેન્સરી લઈ ગયા હતા, જ્યાં તેમનો ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરાવ્યો હતો. ગુરુવારે, તેમને નિયમિત તપાસ માટે એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને એનિમિયા હોવાનું જણાયું હતું.
જો કે તેના અન્ય ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. તપાસ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ફરીથી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ પહેલા આસારામે રાજસ્થાન હાઈકોર્ટ પાસે જોધપુરની ખાનગી હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર કરાવવાની પરવાનગી માંગી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.