રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
CBSEએ સીસીટીવી કેમેરાનાં નિયમમાં ફેરફાર લાવતાં રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની 200થી વધુ સ્કૂલોને હવે ફરીથી સીસીટીવીનાં નવા સેટઅપ ઉભા કરવા પડશે.નવા નિયમોમાં વીડિયો સાથે ઓડિયો પણ રેકોર્ડિંગ થતાં હોય અને 15 દિવસ સુધી બેકઅપ સાચવવા સાથે મોનીટરીંગ કરવું પડશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સીસીટીવીના નિયમમાં CBSEએ નિયમોમાં ફેરફાર કર્યા છે.એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે,નવું એફિલેશન લેનારી દરેક સ્કૂલોને કેમ્પસમાં માત્ર વોશરૂમ બાદ કરતાં તમામ સ્થળોએ સીસીટીવીની દેખરેખ રાખવી પડશે.
આ પણ વાંચો : સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
અત્યાર સુધીમાં મોટાભાગની સ્કૂલોમાં માત્ર વીડિયો કેપ્ચર થતા હોય તેવા સીસીટીવી લગાવવામાં આવતા હતા.જ્યારે હવે નવા પરિપત્ર અનુસાર ઓડિયો અને વિડિયોનું બેકઅપ 15 દિવસ સુધી સાચવવાનું રહેશે. માત્ર કેમેરા મૂકીને અનેક શાળાઓ સંતોષ માની લીધી હતી તેના બદલે સતત મોનિટરિંગ ગોઠવવું પડશે. અગાઉ સુગરબોર્ડ ત્યારબાદ ઓઈલ ફ્રી અને હવે સીસીટીવીનાં નવા નિયમોથી સ્કૂલ સંચાલકો પણ કંટાળ્યા છે અને ટકોર કરતાં કહે છે કે, શિક્ષણ અંગે પૂછતું નથી માત્ર નવા નિયમો અને જોગવાઈમાં રસ છે.
