શમા મોહમ્મદનું વધુ એક ટ્વિટ વાયરલ : વિરાટ કોહલી પર કરી હતી વિવાદિત ટિપ્પણી, વાંચો ક્રિકેટરને શું કહ્યું હતું
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત વિશે કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે આપેલા નિવેદન આપ્યું બાદ વિવાદ થઈ રહ્યો છે શમા મોહમ્મદે રોહિતને ‘જાડો’ કહીને સંબોધ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા થઈ હતી. બાદમાં તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે કોઈ ક્રિકેટર વિશે નિવેદન આપ્યું હોય. આ પહેલા તે વિરાટ કોહલી પર પણ નિશાન સાધી ચૂકી છે.
શમા મોહમ્મદનું જૂનું જે ટ્વિટ વાયરલ થયું છે તે પોસ્ટમાં શમાએ તે સમયના ભારતીય કેપ્ટન કોહલીની ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું હતું કે “જે લોકોને અંગ્રેજી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગમે છે તેઓએ ભારતમાં ન રહેવું જોઈએ”

આ ટ્વિટ ભારતીય પ્લેયર વિરાટ કોહલી નવેમ્બર 2018માં તેના ચાહકો દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓ વાંચીને તેનો જવાબ આપતા વિવાદમાં આવી ગયો હતો. તેમને મોકલેલા સંદેશમાં એક ચાહકે કહ્યું હતું કે “મને આ ભારતીયો કરતાં અંગ્રેજી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની ગેમ જોવાનું વધુ પસંદ છે” આ ઉપરાંત તેમણે કોહલીને ‘ઓવર-રેટેડ બેટ્સમેન’ પણ કહ્યો.
વિરાટ કોહલીને ભારત છોડવા કહ્યું કોંગ્રેસના નેતાએ
આના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે “મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. બીજે ક્યાંક જઈને રહો. તમે આપણા દેશમાં કેમ રહો છો અને બીજા દેશને કેમ પ્રેમ કરો છો? મને કોઈ વાંધો નથી કે તમને હું ગમતો નથી, પણ મને નથી લાગતું કે તમારે આપણા દેશમાં રહીને બીજી વસ્તુઓ પસંદ કરવી જોઈએ. તમારી પ્રાથમિકતાઓ યોગ્ય રાખો.”
ત્યારબાદ કોંગ્રેસના નેતાએ ભારતીય બેટ્સમેનની ટિપ્પણીની ટીકા કરી હતી જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. તેમણે કહ્યું હતું કે “વિરાટ કોહલી બ્રિટિશ રમત રમે છે. વિદેશી બ્રાન્ડની જાહેરાત કરીને કરોડો કમાય છે, ઇટાલીમાં લગ્ન કરે છે, હર્શેલ ગિબ્સને પોતાનો પ્રિય ક્રિકેટર અને એન્જેલિક કર્બરને શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી કહે છે, પરંતુ જે લોકોને વિદેશી બેટ્સમેન ગમે છે તેમને ભારત છોડી દેવાનું કહે છે.”
શમાએ રોહિતના વજનને લઈને કરી હતી ટિપ્પણી
રોહિત પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી હવે જ્યારે તેની જૂની પોસ્ટ વાયરલ થઈ ગઈ છે ત્યારે ઘણા યુઝર્સ અને ફેન્સ ફરીથી તેની ટીકા કરી રહ્યા છે. તેમના ફેન્સનું કહેવું છે કે “એવું લાગે છે કે શમાને દરેક ભારતીય ખેલાડી સામે સમસ્યા છે.” તો એક યુઝરે લખ્યું “કોહલીએ દેશ માટે ઘણું કર્યું છે.” બીજા એક યુઝરે ઉમેર્યું: “કે તેમનું આ નિવેદન કોઈ એક માટે નહોતું લાગે છે તે બધાને નફરત કરે છે”
શમાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે રોહિત શર્મા એક ખેલાડી તરીકે ‘જાડો’ છે અને ‘તેણે વજન ઘટાડવાની જરૂર છે’ અને તે અત્યાર સુધીનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે’
શમા એ કરી સ્પષ્ટતા
આ પછી શમા મોહમ્મદે સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું, ‘એક ખેલાડીની ફિટનેસ વિશે આ એક સામાન્ય ટ્વિટ હતું.’ આ બોડી શેમિંગ નહોતું. હું હંમેશા માનું છું કે ખેલાડીએ ફિટ રહેવું જોઈએ અને મને લાગ્યું કે તેનું વજન થોડું વધારે છે તેથી મેં તેના વિશે ટ્વિટ કર્યું. મારા પર કોઈ કારણ વગર હુમલો કરવામાં આવ્યો. જ્યારે મેં તેની સરખામણી અગાઉના કેપ્ટનો સાથે કરીત્યારે મેં એક નિવેદન આપ્યું. મને અધિકાર છે. એમ કહેવામાં શું ખોટું છે? આ લોકશાહી છે.
કોંગ્રેસનું શમાને સામર્થન નહીં
કોંગ્રેસે વાંધાજનક ટિપ્પણી બદલ તેના પ્રવક્તાને સખત ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી. પાર્ટીના મીડિયા સેલના વડા પવન ખેરાએ કહ્યું કે શમાની ટિપ્પણી કોંગ્રેસનો અભિપ્રાય નથી. ખેડાએ કહ્યું ” ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રમતગમતના નાયકોના યોગદાનને સર્વોચ્ચ સન્માન આપે છે અને તેમના વારસાને નબળી પાડતા કોઈપણ નિવેદનને સમર્થન આપતું નથી.”