રાજકોટમાં ફરીવાર સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું પકડાયું : પ્રમુખસ્વામી આર્કેડમાં હાઈડ્રિમ સ્પામાં પોલીસ ત્રાટકી
રાજકોટમાં સ્પા તેમજ હોટેલમાં ધમધમી રહેલા કુટણખાના ઉપર પોલીસ એક બાદ એક દરોડા પાડીને ગોરખધંધાનો પર્દાફાશ કરી રહી હોવા છતાં હજુ અનેક આવા સ્પા તેમજ હોટેલોમાં બેરોકટોક ધંધા ધમધમી રહ્યાનું સામે આવી રહ્યું છે. પોલીસની કડક હાથે કામગીરી છતાં શહેરના માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડ્યો હતો.
પીઆઈ ઝણકાત સહિતની ટીમે બાતમીના આધારે માલવિયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈડ્રિમ સ્પામાં ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. જો કે અહીં સ્પાના નામે રીતસરનું કુટણખાનું ચાલી રહ્યાનું સિગ્નલ મળતાં જ પોલીસે દરોડો પાડતા ભાગદોડ મચી જવા પામી હતી. સ્પાના નામે આ ગોરખધંધો ઘણા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યાનું તેમજ ગ્રાહકોને લલચાવવા-ફોસલાવવા માટે તરેહ-તરેહની સ્કીમ આપવામાં આવતી હતી. વળી, શોખીન પાસેથી ઉંચા પૈસા લેવામાં પણ આવી રહ્યા હતા.
