- કોલકત્તામાં મહિલાની લાશ મળી, દુષ્કર્મની આશંકા
- આનંદનગર વિસ્તારમાં દેકારો : મૃતદેહ લોહીથી ખરડાયેલો હતો
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કોલકાતામાં વધુ એક હિચકારી ઘટના બુધવારે પ્રકાશમાં આવી હતી. આરજી હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર-હત્યા કેસ બાદ હવે કોલકાતાના આનંદપુર વિસ્તારમાંથી બુધવારે એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાનું શરીર લોહીથી લથપથ હતું. આ મહિલા કોણ છે, તે ક્યાંની છે તે અંગે તપાસ થઈ રહી છે. મહિલા સાથે દુષ્કર્મ થયાની પ્રબળ શંકા છે.
આનંદપુર વિસ્તારમાંથી મહિલાની લાશ મળી ત્યારે શરીર સંપૂર્ણ રીતે લોહીથી લથપથ હતું અને શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લીધી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મહિલાની હત્યા કેવી રીતે થઈ અને દુષ્કર્મ થયું છે કે કેમ? પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને મહિલાની માહિતીની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ લોકોમાં ભય વધી ગયો છે. કોલકાતા મહિલા તબીબ કેસને લઈને દેશભરમાં પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે.
આ મહિલાના મૃતદેહનો કબજો લેવા માટે પણ કોઈએ અરજી કરી નથી અને પોલીસ બનાવ વિષે બારીક તપાસ કરી રહી છે. શંકા એવી પ્રબળ છે કે મહિલા સાથે દુષ્કર્મ થયું હશે અને ત્યારબાદ તેને પતાવી દેવાઈ છે.