સંસદના શિયાળુ સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ
સંસદના શિયાળુ સત્ર પર્વે સરકારે ૨૪મીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. શિયાળુ સત્ર ૨૫ નવેમ્બરથી શરુ થઈને ૨૦ ડીસેમ્બર સુધી ચાલવાનું છે.
સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ કહ્યું છે કે, સર્વપક્ષીય બેઠકનો ઉદ્દેશ વિરોધ પક્ષને એજન્ડાથી માહિતગાર કરવાનો છે. તેમ જ ચર્ચા માટેના વિષયો નક્કી કરવાનો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ છે અને સરકાર દ્વારા બંધારણની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.