અમદાવાદના દરિયાપુરમાં 82 વર્ષના કોરોના સંક્રમિત વૃધ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું હતું. રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે દર્દી કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી પીડિત હતા.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા હતા. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા હતા. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.