અમેરિકાએ સીરિયા ખાતેના ઈરાની મથકોનો કડુસલો બોલાવી દીધો
મધ્ય પૂર્વમાં વિસ્તરી રહ્યું છે યુદ્ધ
બાય ડે ને ફરી એક વખત ઈરાનને ચેતવણી આપી
ભય સેવાતો હતો એ રીતે જ ઇઝરાયેલ હમાસ વચ્ચેનું યુદ્ધ ધીમે ધીમે ક્ષેત્રીય યુદ્ધમાં પરિવર્તન થઈ રહ્યું છે. શુક્રવારે અમેરિકાએ સીરિયામાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ અને તેની સાથે સંકળાયેલા આતંકી જૂથના ઠેકાણા પર હુમલા કર્યા અને છેલ્લા દિવસોમાં સીરિયા અને ઈરાક ખાતે અમેરિકી હિતો પર થયેલા હુમલા માટે ઈરાન ને જવાબદાર ગણાવ્યું તે પછી મામલો જટીલ બની ગયો છે.
અમેરિકાના એફ 16 ફાઈટર વિમાનોએ સીરિયા ઈરાક બોર્ડર નજીકના અબુ કમાલ નગર ઉપર પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ દ્વારા આતંકી જૂથના હથિયારો અને દારૂગોળો ધરાવતા ઠેકાણા નષ્ટ કરી નાખ્યા હતા.આ હુમલામાં જાનહાનિ થઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી થયું પરંતુ અમેરિકાએ હુમલા સમયે એ સ્થળે ત્યાં આતંકીઓની ઉપસ્થિતિ હોવાની વાતને પુષ્ટિ આપી હતી.
અમેરિકી થાણા ઉપર 19 હુમલા
આઇએસઆઇએસ સામેની લડાઈ ના ભાગરૂપે અમેરિકાએ સીરિયા અને ઇરાકમાં લશ્કરી થાણા સ્થાપ્યા છે. એ લશ્કરી મથકોમાં સીરિયામાં 900 અને ઇરાકમાં 2540 અમેરિકી સૈનિકો અને અન્ય કર્મચારીઓ ફરજ બજાવે છે. આ વિવિધ થાણા ઉપર 17 મી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૯ હુમલા થયાનું પેન્ટાગોને જણાવ્યું હતું. અમેરિકી લશ્કરના પ્રવક્તા ના જણાવ્યા મુજબ તેમાંથી 12 હુમલા ઈરાકમાંથી અને સાત હુમલા સીરિયામાંથી થયા હતા. આ હુમલાઓમાં 21 અમેરિકન સૈનિકોને નાની મોટી ઇજા થઈ હતી.
બાઇડેનની ઈરાનને વધુ એક વખત ચેતવણી
ઈરાન જો મધ્ય પૂર્વમાં અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે તો અમેરિકા પ્રતિક્રિયા આપશે અને એ માટે આયાતોલ્લાહએ તૈયાર રહેવું પડશે એવી ચેતવણી અમેરિકાના પ્રમુખ બાઈડેને આપી હતી. પેન્ટાગોરના એક અધિકારીએ કહ્યું કે ઈરાન આતંકીઓને નાણાં, હથિયારો અને ટ્રેનિંગ આપે છે અને એ જ આતંકીઓ અમેરિકી સેના ઉપર હુમલા કરે છે
અમેરિકાએ વધુ 900 સૈનિકો મોકલ્યા
ઇઝરાયેલ હમાસનું યુદ્ધ શરૂ થયું તે સાથે જ અદ્યતન યુદ્ધ જહાજો અને વિમાની કાફલો મોકલ્યા બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ 900 સૈનિકો મોકલ્યા છે. હમાસ યુદ્ધમાં હેઝબોલ્લાહ , સીરિયાના હાઉથી આતંકવાદીઓ તેમજ અન્ય ઈસ્લામિક આતંકી જૂથો જોડાયા બાદ આ યુદ્ધ વધુ ભીષણ બનવાની અને વિસ્તરવાની સંભાવના ને ધ્યાનમાં લઇ અને આ પગલું લેવાયું હોવાનું માનવામાં આવે છે.