વળી ટ્રમ્પે શું લીધો યુ-ટર્ન ? ટેરિફ અંગે શું કહ્યું ? જુઓ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના મુદ્દે અત્યાર સુધીમાં અનેકવાર ખેલ કરી લીધા છે અને વળી પાછો યુ-ટર્ન લીધો છે . કોઈપણ દેશને ટેરિફમાંથી મુક્તિ ન મળવાની એમણે સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે હાલમાં જ 60થી વધુ દેશોને 90 દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મામલે રાહત આપી હતી. ટ્રમ્પે ફરી જાહેરાત કરી સ્પષ્ટતા આપી હતી કે, અયોગ્ય વેપાર કરતાં દેશોને માફી મળશે નહીં, તેમણે ટેરિફનો સામનો કરવો જ પડશે. કોઈ પણ આઈટમ પર છૂટ અપાઈ નથી.
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઘણા દેશોએ સ્માર્ટફોન, કોમ્પ્યુટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ટેરિફમાં રાહત આપવા ભલામણ કરવામાં આવી હતી. તેના પર ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર કહ્યું હતું કે, કોઈને રાહત મળશે નહીં, કોઈપણ દેશને છૂટ મળશે નહીં. ખાસ કરીને ચીનમાં ઉત્પાદિત સેમિકંડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સને તો જરાય પણ નહીં. શરૂઆતમાં જ ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિની ચિંતાના કારણે રાહત આપવામાં આવી હતી. હવે વધુ નહિ મળે.
ટ્રમ્પે ટ્રુથ પર પોસ્ટ કરી હતી કે, અન્ય દેશો દ્વારા અમારી સાથે વર્ષોથી અયોગ્ય વેપાર થઈ રહ્યો છે. અયોગ્ય વેપાર ખાધ અને નોન-મોનેટરી ટેરિફ પડકારોમાંથી કોઈને રાહત મળશે નહીં. ખાસ કરીને ચીનને તો જરાય પણ નહીં. તે અમારી સાથે ખૂબ ખરાબ કરી રહ્યું છે.
અમેરિકા ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈન બનાવવા પર ફોકસ કરે છે. જેના માટે સેમીકંડક્ટર સેક્ટરમાં રાષ્ટ્રીય સુરક્ષા વેપાર તપાસ શરૂ થઈ છે. અમેરિકા માટે સ્થાનિક સ્તરે વધુ ઉત્પાદનને વેગ તેમજ વિદેશી પ્રોડક્ટ્સ પર નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત પર અમે ભાર મૂક્યો છે.