કચ્છમાં મોડી રાત્રે એલિયન આવ્યા ?? આકાશમાં થયેલા પ્રકાશે સૌ કોઈને ચોંકાવ્યા : શુ બની આ ઘટના, જુઓ વિડીયો
અનેક ખગોળીય ઘટનાઓ આકાશમાં બનતી હોય છે જેમાંથી અમુક આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને અમુક જોઈ શકતા નથી ત્યારે ગઈકાલે કચ્છમાં રાત્રિના સમયે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. વિડીયો જોઈને તો જાણે એવું લાગે કે કાળી રાત્રિ આચનક જ ફક્ત સેકન્ડ માટે દિવસમાં ફેરવાઇ ગઈ હોય . આ ઘટના સીસીટીવી સામે આવ્યા છે. તારો તૂટયો કે પછી ઉલ્કા પડી સીસીટીવી જોયા બાદ સ્થાનિકોના મુખે આ પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના કચ્છ જિલ્લાની છે જ્યાં રાત્રે 3 વાગ્યે આકાશમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો હતો. સેકન્ડો માટે કાળી રાત અચાનક દિવસમાં ફરી ગઈ હોય તેવું જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.
શું હોઈ શકે આ ઘટના ?
ખગોળશાસ્ત્રીઓએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આ આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે.” તેમના મતે, આવો ચમકારો સામાન્ય રીતે ઉલ્કાઓના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાથી થતો હોય છે. જોકે, આ અદભુત નજારાએ સ્થાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા, અને કેટલાકે તેને એલિયન્સ સાથે જોડીને પણ અટકળો શરૂ કરી.
લોકોની પ્રતિક્રિયા
આ ઘટના બાદ રણકાંધી વિસ્તારમાં લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. એક સ્થાનિકે કહ્યું, “આકાશમાં આવો પ્રકાશ અચાનક જોવાથી અમે બધા ચોંકી ગયા. શું એલિયન્સ આવ્યા હતા કે કંઈક બીજું, એ સમજાતું નથી.” CCTV ફૂટેજમાં આ ઘટના કેદ થતાં લોકોમાં વધુ ઉત્સુકતા જાગી છે.
ભુજના આકાશમાં દેખાયેલો આ અજાણ્યો ચમકારો ઉલ્કા હોઈ શકે તેવી શક્યતા ખગોળશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે, પરંતુ તેનાથી લોકોમાં આશ્ચર્ય અને અટકળોનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના કચ્છ જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહી છે, અને લોકો હજુ પણ આ અદભુત નજારાનું રહસ્ય જાણવા આતુર છે.