દારૂનીતિ કાંડ; કેજરીવાલ સામે શું થઈ કાર્યવાહી ? વાંચો
સીબીઆઈએ આખરે સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દારૂનીતિ અંગેના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પહેલા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સીબીઆઈની આ મોટી કાર્યવાહી છે. જો કેજરીવાલને જામીન મળે છે, તો નીચલી કોર્ટમાં ચાર્જશીટ પર વધુ સુનાવણી થશે, પરંતુ જો નહીં, તો તેના આધારે સીબીઆઈ અને સિંઘવી આગળ કોર્ટમાં તેમની દલીલો રજૂ કરશે
જો કે સીબીઆઇ સોમવારે કેજરીવાલની જામીન અરજી વિરુધ્ધ હાઇકોર્ટ પહોંચી ગઈ હતી અને કેજરીવાલને કાંડના મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ધરપકડ વિના તપાસ પૂરી થતી જ નથી. અમારી પાસે પુરાવા છે.
અત્યાર સુધી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલ કરતા હતા કે સીબીઆઈએ તેમના ક્લાયન્ટની વીમા ધરપકડ કરી છે. જોકે સીબીઆઈએ તેનો વિરોધ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સીબીઆઈ દલીલ કરતી હતી કે કેસની તપાસ ચાલી રહી છે અને તેમની પાસે દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ ઘણા પુરાવા છે. તે જ સમયે, કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે તપાસ એજન્સી પાસે તેમના અસીલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આવી સ્થિતિમાં, ચાર્જશીટ દાખલ કર્યા પછી, તપાસ એજન્સીએ હવે કોર્ટમાં તમામ નક્કર પુરાવા રજૂ કર્યા છે.
આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલનો કેસ મજબૂત થશે? જો અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી સીબીઆઈ કેસમાં જામીન મળી જશે તો તેમના માટે તિહાર જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ જશે.