સર્વોચ્ચ સપાટીથી ભાવ નીચે સરકતાં ઝવેરી બજારમાં ઇન્કવાયરી શરૂ:ફાઇન ગોલ્ડ અને ઓછા કેરેટવાળા દાગીના પર પસંદગી
આ અખાત્રીજે સોની બજારમાં ઐતિહાસિક ભાવનું ગ્રહણ મહદઅંશે દૂર થશે.1 લાખની સર્વોચ્ચ સપાટીએ સોનુ નીચે સરકયું છે જેના કારણે બજારમાંથી થોડી સુસ્તી દૂર થઈ રહી છે અને સાથોસાથ આ વર્ષે જે લોકો અખાત્રીજ એટલે અક્ષયતૃતીયાએ પીળી ધાતુ લેવાની પરંપરામાં માને છે તેઓ વધતાં ભાવે પણ દર વર્ષની જેમ નહિ પણ “શુકનવંતી” સુવર્ણ ખરીદી કરશે.
હાલની બજારની પરિસ્થિતિનો તાગ દર્શાવતાં ઝવેરીઓએ કહ્યું હતું કે, સામાન્ય દિવસો કરતા દર વર્ષે અખાત્રીજ હોય કે દિવાળી, દશેરા તહેવારો દરમિયાન સોનાના ભાવ આસમાને હોય છે તેમ છતાં લોકો પોતાની યથાશક્તિ મુજબ સોનુ ખરીદતા હોય છે. આ વખતે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા બાદ હજુ પણ લોકોને એવું છે કે ભાવ આગામી દિવસોમાં વધશે અને વૈશ્વિક પરિબળોના લીધે સોનાના ભાવમાં અનિશ્ચિતતા, ટ્રમ્પ અને ટેરીફ નીતિનાં કારણે સોનું ક્યાં સુધી પહોંચશે એ અનુમાન શક્ય પણ નથી.
આમ જોઈએ તો સોનાનો ભૂતકાળ પણ ભવ્ય રહ્યો છે,સોનુ સલામત રોકાણ અને વધુ વળતર આપતાં રોકાણકારોનું આકર્ષણ આ પીળી ધાતુ પર રહ્યું છે. આ અખાત્રીજે સોનુ ભલે મોંઘું થયું પણ ઝવેરીઓની સાથે ખરીદદારોએ પણ નવી પેટર્ન અપનાવી આ વખતે જેટલું એડવાન્સ બુકિંગ થયું છે તેમાં 14 અને 18 કેરેટ ના દાગીનાનું બુકિંગ વધુ થયું છે. આ સંજોગોમાં જ્વેલર્સ પણ હવે 22 કેરેટની જગ્યાએ 24 અને 18 કેરેટના સોના અને ડાયમંડ સાથેનાં દાગીનાને પ્રમોટ કરી રહ્યા છે.
બોક્સ..આજનાં ભાવે બુકીંગ,ખરીદી અખાત્રીજે
લગ્નગાળામાં પણ હવે એન્ટિક જવેલરીને સ્થાને લાઈટવેટ જવેલરીની ડિમાન્ડ નીકળી છે.આ વિશે જવેલર્સ એ કહ્યું હતું કે,અત્યારે યુવતીઓને ડેલીકેટ જવેલરી પસંદ પડે છે જેમાં 18,14 કેરેટમાં યુનિક ડિઝાઇનની જવેલરી મળી રહે છે.ખાસ કરીને લાઈટવેટમાં રૂટીન પહેરી શકાય એવા પેન્ડલ સેટ,બ્રેસલેટ, વીંટીનાં બુકીંગ સૌથી વધુ અખાત્રીજ માટે થયા છે.આ ઉપરાંત ઘણાં ગ્રાહકો શુકન સાચવવા માટે લગડીનાં ઓર્ડરો ઘટેલા ભાવે આપી ને અખાત્રીજએ ડિલિવરી લેશે.
Related Posts
આજથી સંસદ ગાજશે : કાલે બજેટ
5 મહિના પહેલા