એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી, કેનેડામાં લેન્ડિંગ
એર ઈન્ડિયાના વિમાનમાં મંગળવારે બોમ્બ હોવાની ધમકી મળી હતી અને મુસાફરો ભયભીત બની ગયા હતા. આ ફ્લાઈટ દિલ્હીથી શિકાગો જઈ રહી હતી. ધમકી મળ્યા બાદ તેને કેનેડાના એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. એરલાઇન સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
જો કે કેનેડાના એરપોર્ટ પર ચેકિંગ બાદ કશું વાંધાજનક મળ્યું નહતું અને આ ધમકી માત્ર પોકળ જ હતી તેવું બહાર આવતા મુસાફરોના શ્વાસ હેઠા બેઠા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 ઓક્ટોબર, 2024ના રોજ એરક્રાફ્ટ AI 127એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. સુરક્ષા ખતરા અંગે એક મેઈલમાં ઓનલાઈન પોસ્ટ કરાઈ હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેને કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.’
એરલાઈને પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાન અને મુસાફરોની ફરીથી તપાસ કરવામાં આવી હતી. જો કે આવી કોઈ વસ્તુ મળી નહતી.