આગ્રાના એરફોર્સ બેઝમાં અગ્નિવીરે આત્મહત્યા કરી
સરકારી રાઈફલથી પોતાને જ ગોળી ધરબી દીધી
સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર
આગ્રાના એરફોર્સ પરિસરમાં શ્રીકાંત કુમાર ચૌધરી નામના 22 વર્ષના અગ્નિવીરે સરકારી રાઈફલમાંથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે 1:30 વાગ્યે આ ઘટના બની હતી. શ્રીકાંત કુમાર ચૌધરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તને મૃત ઘોષિત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નારાયણપુર પચરૂકિયા ગામનો આ યુવાન ડિસેમ્બર 2022 માં અગ્નિવેર તરીકે ભરતી થયો હતો. છ મહિના પહેલા તેને આગ્રાના એરફોર્સ બેઝમાં સંતરી તરીકે પોસ્ટિંગ અપાયું હતું. ત્રણ જુનના રોજ રજા લઈ અને તે પોતાના ઘરે ગયો હતો અને 13 જૂનના રોજ ફરી નોકરી પર હાજર થયો હતો.
બુધવારે તેના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને ગુરુવારે એરફોર્સના 45 જવાનોએ ગાર્ડન ઓનર આપી સૈન્ય સન્માન સાથે તેની અંતિમવિધિ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પૂરતી તપાસ બાદ આત્મહત્યાનું કારણ જાણવા મળશે તેવું એરફોર્સ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2019 માં પણ આગ્રાના એરફોર્સ પરિસરમાં જ મૂળ મુરાદાબાદના 32 વર્ષના લીડર હિમાંશુ સિંહનો મૃતદેહ એરફોર્સ બેઝ ખાતેના તેમના આવાસ માંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. તેમના પરિવારજનોએ જે તે સમયે ગંભીર આક્ષેપો કર્યા હતા.