સૈફ અલી ખાન બાદ બેબોની કાર પર થયો હતો હુમલો! કરીના કપૂર મામલે રોનીત રોયે કર્યો ચોંકાવનારો ખુલાસો
ટીવી અને ફિલ્મોની દુનિયાના પ્રખ્યાત અભિનેતા રોનિત રોયે એક ચોકાવનારી માહિતી શેર કરી છે. અભિનેતાએ જણાવ્યું કે અભિનેતા સૈફ અલી ખાન પર છરીના હુમલા બાદ કરીના કપૂર ખાનની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી અભિનેત્રી ખૂબ ડરી ગઈ હતી. જોકે અભિનેત્રી સાથે જોડાયેલી આ ઘટના ગંભીર નહોતી, પરંતુ તેણે તેણીને હચમચાવી દીધી.

અભિનેતા રોનિત રોયે હિન્દી રશ સાથેની એક મુલાકાતમાં ભાગ લીધો હતો. વાતચીત દરમિયાન, અભિનેતાએ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાન ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી, જ્યારે કરીના કપૂર ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન કરીનાની કારને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તે ડરી ગઈ હતી, ત્યારબાદ તેમણે મને સૈફને ઘરે લઈ જવા કહ્યું.
આ પણ વાંચો : IND VS ENG : ઋષભ પંતે બનાવ્યા નવા 2 રેકોર્ડ! ધોનીને પાછળ છોડ્યો, કોહલી-સચિનથી પણ આગળ જવાની તક
વાતચીતમાં આગળ રોનિત રોયે જણાવ્યું કે કરીના કપૂર સાથેની તે ઘટના દરમિયાન, મીડિયા પણ આસપાસ હતું અને લોકો ખૂબ નજીક આવી ગયા હતા. અભિનેત્રીએ આવું કરવાનું કહ્યું ત્યારે રોનિત રોયે સૈફ અલી ખાનને ઘરે લઈ ગયા. જોકે, તેમણે કહ્યું કે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સુરક્ષા પહેલાથી જ તૈનાત હતી અને તેમને પોલીસ દળ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળ્યો.
