મૃતકોમાં 2 નવજાત શિશુ નો સમાવેશ, દર્દીઓમાં ભય, ચોક્કસ કારણ હવે બહાર આવશે
મહારાષ્ટ્રના નાંદેડ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીના મોત બાદ હવે રાજ્યના બીજા શહેર ઔરંગાબાદમાં પણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 8 દર્દીના મોત થઈ ગયા હતા. આ ઘટનાથી દર્દીઓમાં ભારે ભય ફેલાઈ ગયો છે.
મૃત્યુ પામનાર આ કમનસીબોમાં 2 નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. ઔરંગાબાદ હોસ્પિટલમાં કેવી રીતે મૃત્યુ થયા છે તે અંગે હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
એક પછી એક સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મોટી સંખ્યામાં મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે દર્દીઓના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. આ મુદ્દા પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષ દ્વારા સરકાર પર આરોપ મુકાઇ રહ્યા છે.