ચંદ્ર,સૂર્ય મિશન બાદ હવે ખાસ સેટેલાઇટ લોન્ચની તૈયારી
ઇસરોએ આપી માહિતી,આંતરીક્ષની કેટલીક મહત્વની હકીકતો જાણવાનો પ્રયાસ
ચંદ્ર અને સૂર્યના મિશનની સફળતા બાદ હવે ઇસરો એક વધુ મહત્વના કદમ તરફ આગળ વધી રહ્યું છે. ઇસરો આંતરીક્ષની કેટલીક જટિલ વાતો જાણવા અને હકીકતો ચકાસવા એક ખાસ સેટેલાઈટ લોન્ચ કરશે.
ઇસરોએ આજે એવી માહિતી આપી હતી કે ઇસરો પોતાના પ્રથમ પોલારીમેટ્રી મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. અવકાશમાં ભારતની સફળતા એક પછી એક થઈ રહી છે.
ઇસરોએ કહ્યું છે કે ખગોળીય એકસરે સ્ત્રોતોની વિભિન્ન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે આ ખાસ સેટેલાઈટ લોન્ચ કરાશે. સ્પેસક્રાફ્ટ સાથે બે પેલોડ પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
બ્લેક હૉલ, ન્યુટ્રોન સ્ટાર્સ, ગેલેક્ટિક ન્યૂક્લિયઆઈ વગેરેનું ઊત્સર્જન તંત્ર સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ સેટેલાઇટથી આ બધી હકીકતો જાણી શકાશે.