પાકિસ્તાનમાં કેટલા વર્ષો બાદ મંદિરોના નવીનીકરણ માટે ફંડ ફાળવાયું ? વાંચો
પાકિસ્તાનની ધરતી પર 64 વર્ષના લાંબા ગાળા બાદ હવે હિન્દુ મંદિરોના નવીનીકરણ માટેની કામગીરી હાથ ધરાઇ રહી છે અને હિન્દુ સમાજમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે. પાકના પંજાબ પ્રાંતમાં પ્રથમ આ પ્રકારે કામ હાથ ધરાયું છે .
અહીં હિન્દુ મંદિરના નવીનીકરણ માટે રૂપિયા 1 કરોડની ફાળવણી કરાઇ છે. હવે કામ શરૂ થશે. આ મંદિર વર્ષોથી જર્જરિત અવસ્થામાં હતું. પાકના અખબાર ડોન દ્વારા આ અહેવાલ પ્રસિધ્ધ કરાયા હતા. આ પ્રકારે અન્ય મંદિરો માટે પણ કામગીરી શરૂ થશે.
પાકિસ્તાનમાં લઘુમતી સમાજના પૂજા સ્થળો માટે ખાસ ફંડની ફાળવણી કરવામાં આવી છે. પૂજા સ્થળોની દેખરેખ રાખનારી સંઘીય સંસ્થા દ્વારા આ કામગીરી હાથ પર લેવાઈ છે. અત્યારે લોકોને લાહોર અને સિયાળકોટ જેવા શહેરોમાં જવું પડે છે. હાલના મંદિરોની હાલત જર્જરિત થઈ ગઈ છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના વનમેન કમિશન અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની આ કામગીરી શરૂ કરાવવામાં મહત્વની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે અને એમણે લઘુમતી સમાજના પૂજા સ્થળોને રીપેર કરીને બહેતર બનાવવા માટે કામગીરી શરૂ કરાવી છે.