ગોવા બાદ ભુવનેશ્વર નાઈટક્લબમાં ભભૂકી ભીષણ આગ ધુમાડાથી ઢંકાયું શહેર
ગોવા અકસ્માતને થોડા દિવસ જ થયા અને હવે ભુવનેશ્વરમાં ફરી ભીષણ આગની ઘટના સામે આવી છે.
સત્ય વિહાર વિસ્તારમાં આવેલા એક નાઇટક્લબમાં લાગેલી આગ થોડા જ સમયમાં બાજુની ફર્નિચરની દુકાન સુધી ફેલાઈ ગઈ, જેના કારણે ભારે નુકસાન થયું. સદભાગ્યે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ફર્નિચર દુકાનમાં લાકડા અને સ્પોન્જ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ભભૂકી ઊઠી અને આખા માર્કેટ વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો.
ફાયર બ્રિગેડે કામગીરી શરુ કરી આગને વધુ ફેલાતી અટકાવી. ગોવા ઘટના પછી ઓડિશામાં તમામ મોટા રેસ્ટોરન્ટ્સ અને ક્લબ્સના સુરક્ષા ઑડિટના આદેશ હોવા છતાં આ ઘટના ચિંતા ઊભી કરે છે.
