ઘીના ઠામમાં ઘી: લાંબી ચર્ચાને અંતે NDAમાં બેઠકોની વહેંચણી ફાઈનલ,રીસામણા-મનામણા બાદ બધાની બાજી ગોઠવાઇ ગઇ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતે બેઠકોના ધમધમાટ અને રીસામણા-મનામણા બાદ NDAમાં બેઠકોની ફાળવણી પર રવિવારે અંતિમ સહમતી બની ગઈ હતી અને એનડીએના સાથી પક્ષો સંતુષ્ટ થઈ ગયા હતા. બિહાર માટેના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે સાંજે એવી જાહેરાત કરી હતી કે, બેઠકોની ફાળવણી થઈ ગઈ છે.
જે મુજબ ભાજપ 101 બેઠક, જેડીયુ 101 બેઠક, ચિરાગની પાર્ટી એલજીપી 29 બેઠક, ઉપેન્દ્ર કુશ્વાહની પાર્ટી આરએલએમ 6 બેઠક અને જીતનરામ માંઝીની પાર્ટી હમ 6 બેઠકો પર ચૂંટણી લડશે. આમ, રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહ્યા હતા અને આ બેઠકમાં એનડીએના સાથી પક્ષોની બધી નારાજી દૂર થઈ ગઈ હતી. આમ, એનડીએમાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે.
આ પહેલાં ચિરાગ પાશવાન અને જીતનરામ માંઝીએ 2થી 3 બેઠકો કરી હતી પરંતુ વધુ બેઠકોની માગણીને પગલે બેઠકોની અંતિમ ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થઈ શકી ન હતી અને મામલો લંબાયો હતો. બિહારથી દિલ્હી સુધી નેતાઓના આંટાફેરા ચાલુ રહ્યા હતા. આ દરમિયાન રવિવારે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ સાથી પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા અને ઉપર મુજબની બેઠકની ફાળવણીને અંતિમ મહોર લગાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો :બોટાદના હડદડમાં ખેડૂતો વિફર્યા, પોલીસ પર પથ્થરમારોઃ જીપ ઉંધી વાળી દઈ તોડફોડ, સ્થિતિ કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડાયા
મારા વડાપ્રધાન છે ત્યાં સુધી મને સન્માનની કોઇ ચિંતા ન હતીઃ ચિરાગ
NDAમાં બેઠકોની ફાળવણી પર સમજૂતિ થઈ અને તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી તેના થોડાક કલાકો પહેલાં જ એલજેપીઆરના વડા ચિરાગ પાસવાને મીડિયા સાથે વાતચીત કરતાં એમ કહ્યું હતું કે, મારા વડાપ્રધાન હાજર હોય ત્યાં મને મારા સન્માનની કોઈ ચિંતા હતી જ નહીં. હું અમારા પક્ષને મળેલી બેઠકોથી સંતુષ્ટ છું.
આ પણ વાંચો :રાજકોટ જિલ્લાના જસદણના વાળોદ ગામની શાળા સ્વચ્છતા માટે રાજ્યભરમાં પ્રથમ : મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન
બિહારમાં એનડીએ બહુમતીથી સરકાર બનાવશેઃ ભાજપ પ્રમુખ
NDAમાં બેઠકોની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ બિહાર ભાજપના પ્રમુખ દિલીપ જયસવાલે મીડિયા સમક્ષ એમ કહ્યું હતું કે, એનડીએ એક જૂથ છે અને સાથી પક્ષો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એકત્ર થયા હતા અને બેઠકોની સમજૂતિ પર એમણે સંતોષ વ્યક્ત કર્યો છે અને બિહારમાં એનડીએની સરકાર ફરીથી લોકોની સેવા કરશે તે નિશ્ચિત મનાય છે.
