આદિત્ય સૂર્યની રોજ 1440 તસવીરો મોકલશે
લાખો ફોટા અને ડેટા સંગ્રહથી રહસ્યો ઊકેલાશે, વૈજ્ઞાનિકો તૈયાર
આદિત્ય એલ -1 જેમ પોતાના રસ્તા તરફ આગળ વધતો જશે તેમ જાણવાની જિજ્ઞાસા વધી જશે અને વૈજ્ઞાનિકોને ડેટા અને તસવીરો મોકલવાનું શરૂ કરશે ત્યારે અસલી કામ શરૂ થશે.
ટોચ લેવાલના વૈજ્ઞાનિક દિપાનકાર બેનરજીએ એમ કહ્યું છે કે આદિત્ય રોજ સૂર્યની 1440 તસવીરો મોકલશે અને ડેટા તથા સંગ્રહના આધાર પર અભ્યાસ થશે અને અનેક રહસ્યો ઊકેળવાની દિશામાં કામ શરૂ થશે.
જો કે પેહલા 103 દિવસ સુધી તો આદિત્ય ક્રૂઝ મોડમાં જ રહશે. એમણે કહ્યું કે સૂરજ પર સંશોધન કરવા માટે આ મિશન આખી દુનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂર્યની ઊર્જાને સમજવા માટે આદિત્યની સાથે 7 પેલોડ લગાવાયા છે. સૂર્ય પર રહેલા તમામ પાર્ટીકલ્સનો અભ્યાસ કરવામાં આવશે. સૂર્યની ચુંબકીય અસરનો પણ અભ્યાસ થશે.
એમણે કહ્યું છે કે સૂર્ય પરના રિસર્ચથી અનેક રહસ્યો ઊકેલાઈ જવાની આશા છે. તેને નજીકથી ઓળખવાની તક મળી છે. સૂર્યની બહારના ભાગને કોરોના કહવામાં આવે છે અને તેના તાપમાનની પણ રિસર્ચ થશે.