ગૌરી લંકેશ હત્યા કેસનો આરોપી શિંદેની શિવસેનામાં જોડાઈ ગયો
જાલના બેઠકની પ્રચાર કમિટીનો વડો બનાવાયો
મહિલા પત્રકાર ગૌરી લંકેશ ની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગરકર મારા સમાજ વિધાનસભાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી એકનાથ સિંધેની શિવસેનામાં જોડાઈ ગયો હતો. તેનો ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડાબેરી વિચારધારા ધરાવતા કર્ણાટકના મહિલા પત્રકાર ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017 ના રોજ બેંગલુરુમાં તેમના ઘરની બહાર જ ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. એ ઘટના બારામાં શ્રીકાંત પાંગરકર સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકીના તાજેતરમાં જામીનમુક્ત થયેલા આરોપીઓનું હિન્દુ કટરવાદી સંગઠનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રીકાંત પાંગરકર 2001 થી 2006 સુધી તત્કાલીન અખંડ શિવસેનાનો કાઉન્સિલર હતો. 2011માં તેને ટિકિટ ન આપવામાં આવતા તે હિન્દુ જાગૃતિ સમિતિ સાથે જોડાયો હતો. ગૌરી લંકેશ હત્યા કેસમાં 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 4 સપ્ટેમ્બર 2024 ના રોજ તે જામીનમુક્ત થયો હતો. શુક્રવારે જાલનામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અર્જુન ખોટકરની ઉપસ્થિતિમાં તેને શિવસેનાવા સામેલ કરી એ બેઠકની પ્રચાર સમિતિનું સુકાન સોંપવામાં આવ્યું હતું.