દરરોજ સવારથી સાંજ સુધીમાં 200થી વધુ નાગરિકોનના ઈ-કેવાયસી
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજીયાત બનાવી અનેક રેશનકાર્ડ સાયલેન્ટ મોડમાં કરી નાખતા લોકો મનેકમને ઈ-કેવાયસી માટે લાઈનો લગાવી રહ્યા છે, શહેરની જૂની કલેકટર કચેરી ખાતે આવેલ પુરવઠાની ઝોનલ કચેરીમાં દરરોજ 200 જેટલા નાગરિકોના ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યા હોય સવારથી જ કચેરીમાં મેળા જેવો માહોલ જામે છે.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સરકારી યોજના હેઠળ અનાજ-ચોખા મેળવતા નાગરિકો માટે રેશનકાર્ડનું ઈ-કેવાયસી ફરજીયાત કરી જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી ન કરાવે તો રેશનકાર્ડ સાયલેન્ટ કરી નાખવામાં આવતું હોય દરરોજ શહેર જિલ્લામાં રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરી અને ઝોનલ કચેરીઓમાં ઈ-કેવાયસી માટે લાઈનો લગાવી રહ્યા છે જેમાં રાજકોટ ઝોનલ-1 કચેરીમાં ટોકન પ્રથા અમલી બનાવી દરરોજ 50થી 55 જેટલા ટોકન નાગરિકોને આપવામાં આવે છે અને સરેરાશ દરેક રેશનકાર્ડમાં સમાવિષ્ઠ ચારથી પાંચ મેમ્બરો ઈ-કેવાયસી માટે લાઈનો લગાવતા હોય 200 જેટલા નાગરિકો ઈ-કેવાયસી કરાવવા આવતા હોય અહીં મેળા જેવો માહોલ જામી રહ્યા છે.