રામલલ્લા જેવી જ હજાર વર્ષ જૂની ભગવાન વિષ્ણુની પ્રતિમા, પ્રાચીન શિવલિંગ મળી આવ્યું..જુઓ
કર્ણાટકના રાયચુર જિલ્લામાં વહેતી કૃષ્ણા નદીમાંથી મૂર્તિ મળી આવી
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી 1600 કિમી દૂર કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ‘ચમત્કાર’ થયો છે. અહીં એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી આવી છે. જે લગભગ હજાર વર્ષ જૂની બતાવવામાં આવી રહી છે. આ પ્રતિમાની ખાસ વાત એ છે કે, તે એકદમ રામલલ્લાની નવનિર્મિત પ્રતિમા જેવી જ દેખાય છે.
હાલમાં જ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પુરાતત્વવિદોના જણાવ્યા અનુસાર, કૃષ્ણા નદીમાંથી મળેલ ભગવાન વિષ્ણુની આ પ્રતિમા 11મી અથવા 12મી શતાબ્દીની હોઈ શકે છે. આ પ્રતિમાની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.
ભગવાન વિષ્ણુની આ પ્રતિમાનો રુપ-રંગ અને સ્વરુપ અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય દિવ્ય મંદિરમાં સ્થાપિત પ્રતિમા જેવી જ છે. ભગવાન વિષ્ણુની આ પ્રતિમાના પ્રભામંડળની આસપાસ ‘દશાવતાર’ કોતરવામાં આવ્યા છે. પ્રતિમાને મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિથી શણગારવામાં આવી છે.
ભગવાન વિષ્ણુની પ્રતિમાને ચાર હાથ છે, જેમાં બે ઉભા હાથ શંખ અને ચક્રથી સજ્જ છે. નીચે બાજુ સીધા કરેલા બે હાથ આશીર્વાદની મુદ્રામાં છે. આમાંથી એક છે ‘કટી હસ્ત’ અને બીજું ‘વરદ હસ્ત’ છે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રતિમા એક મંદિરના ગર્ભગૃહનો ભાગ રહી હશે. હોઈ શકે છે કે, તેને મંદિરમાં થયેલ તોડફોડથી બચવા માટે નદીમાં નાખવામાં આવી હોય. આ પ્રતિમાને થોડું નુકસાન થયું છે. પ્રતિમાની નાકને થોડું નુકસાન થયું છે.
ડો.પદ્મજા દેસાઈનું કહેવું એવું છે કે, આ મૂર્તિ કોઈ મંદિરનાં ગર્ભ ગૃહની શોભા રહી હશે. એવું જણાય રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે આ મૂર્તિને પાણીમાં ફેકી દેવામાં આવી છે. તેમનું માનવું એવું છે કે આ મૂર્તિ 11 મી કે 12મી સદીની છે.
