ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિનું નામ એટલુ લાંબુ છે કે બોલતા 20 મિનીટ થાય! ગીનીસ બુકમાં રેકોર્ડ નોંધાયો
વિલિયમ્સ શેક્સપીયરે ભલે કહ્યુ હોય કે નામમાં શું રાખ્યુ છે..પણ નામનું મહત્વ શું કે એ બધા જાણે છે. આપણે ત્યાં ભારતમાં લાંબામાં લાંબુ નામ કોનુ તે અંગે કોઈ સત્તાવાર રેકોર્ડ નથી પરંતુ દક્ષિણ ભારતના ચિતુર ગોપાલક્રિષ્નન કાશી વિશ્વનાથન ઐયરનું નામ સૌથી મોટું હોવાનું કહેવામાં આવે છે. એમ તો હિન્દી કોમેડી ફિલ્મ ધમાલમાં એક કેરેક્ટરનું નામ પ્રભાકરના શ્રીગોપાલવર્ધના અટ્ટાપટ્ટ જયસુર્યા લક્ષમણ શિવરામકૃષ્ણા શિવવેંકટા રાજશેખરા શ્રીનિવાસના ત્રીચીપલ્લી યેક્યાપરમપીર પરમ્બુતુર ચિન્નાસ્વામી મુત્તુસ્વામી વેનુગોપાલ ઐયર એવું લાંબુ લાંબુ નામ હતું..જો કે ન્યુઝીલેન્ડમાં આનાથી પણ લાંબા નામનો રેકોર્ડ નોંધાયો છે. અહી એક લાઈબ્રેરીયને પોતાનું નામ એટલું લાંબુ રાખ્યું છે કે, તે બોલતા 20 મિનીટ થાય છે.
🗣️Meet Lawrence Watkins, the owner of the world's longest name, which consists of 2,253 words (see the full picture).🗣️He changed his real name back in the 1990s, which required him to sue New Zealand authorities, who didn't want to change his documents. After this precedent, the… pic.twitter.com/LkgbPhW78v
— mặt🌓trăng (@Ay911Moon) October 11, 2025
ઓકલેન્ડમાં આવેલી સિટી લાયબ્રેરીમાં કામ કરી રહેલા લોરેન્સ વોટકિન્સ નામની વ્યક્તિએ સૌથી લાંબુ નામ રાખવા માટે 1990માં પોતાનું નામ કાનૂની રીતે બદલી નાખ્યું હતું. તેણે પોતાના નામમાં 2253 અલગ અલગ ક્રિશ્ચિયન નામ જોડ્યા હતા. આ નામનો દરેક શબ્દ એક નામ છે અને તે તેના મિડલ નેમ છે.
આ પણ વાંચો :દિવાળીએ ફરવા જાવ-એન્જોય કરો પણ ઘરને સુરક્ષિત કેમ રાખશો? આ આઠ મુદ્દા ધ્યાન પર લેવા પોલીસની અપીલ
આ વ્યક્તિએ પોતાનું નામ બદલવા માટે ઓકલેન્ડની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરી હતી અને તે સ્વીકારવામાં આવી હતી. જો કે વેલિંગ્ટનનાં રજિસ્ટ્રાર જનરલે તે નકારી કાઢી હતી આથી તે હાઇકોર્ટ પહોંચ્યો હતો અને લાંબી લડાઈ બાદ તેનો વિજય થયો હતો.
આ અજીબોગરીબ કામને લીધે તેનું નામ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ છે. જો કે આ વ્યક્તિના રેકોર્ડ પછી ન્યુઝીલેન્ડ સરકારે નામ બદલવાના તેના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે જેથી કોઈ આટલું લાંબુ નામ ન રાખી શકે. આ વ્યક્તિનું નામ એટલું લાંબુ છે કે કોઈ ફોર્મ, બેંક ડોક્યુમેન્ટ કે પછી ઓળખકાર્ડમાં તે લખી શકાતું નથી. તેના લગ્ન વખતે જયારે પૂરું નામ બોલવામાં આવ્યું ત્યારે 20 મિનીટ થઇ હતી અને સમારંભ પણ અટકી ગયો હતો.
