સાઉદી અરબ ભીખ માગવા જતા અસંખ્ય પાકિસ્તાનની નાગરિકો પકડાયા
પાકની કેન્દ્રીય એજન્સીએ એરપોર્ટ પરથી ઝડપી લીધા, વિદેશમાં ભીખ માગવામાં ૯૦ ટકા પાકિસ્તાની હોવાનું ખુલ્યું
પાકિસ્તાનની કેન્દ્રીય એજન્સીએ સાઉદી અરબ જઈ રહેલા ભિખારીઓના એક જૂથને એરપોર્ટ પર જ પકડ્યુ હતુ. આ તમામ લોકો યાત્રાળુઓ બનીને જઈ રહ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.
પાકિસ્તાનના અખબારે અધિકારી ખાલિદ અનીસને ટાંકીને કહ્યુ હતુ કે, આ તમામની પાછળ નૂરો નામનો એજન્ટ છે. તે લોકોને સાઉદી અરબના પવિત્ર શહેરમાં લઈ જવામાં મદદ કરે છે અને ત્યાં આ લોકો ભીખ માંગે છે. કુલ મળીને આઠ મહિલા, ચાર પુરુષ અને ચાર બાળકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પંજાબ પ્રાંતના રહેવાસી છે.
રિપોર્ટ પ્રમાણે મુલતાન એરપોર્ટ પર પકડાયેલા લોકોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આર્થિક મોરચે કંગાળ પાકિસ્તાનના નેતાઓ દરેક દેશ પાસે મદદની ભીખ માંગીને દેશની આબરુના ધજાગરા કરી રહ્યા છે.હવે બાકી હતુ તેમ પાકિસ્તાનના ભિખારીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને નીચુ દેખાડી રહ્યુ છે.
તાજેતરમાં પાકિસ્તાની સેનેટમાં ખુલાસો થયો હતો કે, વિદેશમાં ભીખ માંગતા પકડાયેલાઓમાં 90 ટકા પાકિસ્તાની હોય છે. હવે પાકિ્સ્તાની સત્તાધીશોએ આ વાતની નોંધ લઈને કડકાઈ દાખવવા માંડી છે.