એન્જોય દિવાળી વેકેશન: 18 નવેમ્બરથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 દિવસ હોવાથી અમુક ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન ટૂંકાવીને 11 નવેમ્બર સુધી કરાયું
રાજકોટ સહિત જિલ્લાભરની શાળાઓ અને કોલેજમાં વેકેશન પડી ગયું છે.18 નવેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
રાજકોટની ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓ ઉપરાંત કોલેજ તેમજ યુનિવર્સિટીમાં 27 ઓક્ટોબરથી 21 દિવસનું વેકેશન પડી ગયું છે દિવાળી વેકેશનમાં અમુક ખાનગી શાળાઓએ વેકેશન ટૂંકાવી 11 નવેમ્બર સુધીનું કર્યું હોવાથી વિદ્યાર્થીઓને ઓછી રજાઓ મળશે.
24 ઓક્ટોબર સુધી પ્રથમ સત્રની પરીક્ષાઓ ચાલુ હતી ત્યારબાદ બાળકોને દિવાળીનું વેકેશન આપી દેવાયું છે. બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 135 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. ચાર મે ના રોજ બીજું શૈક્ષણિક સત્ર પૂરું થશે જોકે આ વર્ષે બોર્ડની પરીક્ષા વહેલાસર હોવાથી તેમનો સિલેબસ પણ જાન્યુઆરી સુધીમાં પૂરો કરી દેવામાં આવશે.
બોર્ડની પરીક્ષા 15 દિવસ વહેલી હોવાથી અમુક ખાનગી શાળાઓ દ્વારા વેકેશનની ટુંકાવ્યું હોવાથી વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થઈ શકે, દિવાળી વેકેશન બાદ પાંચ મેથી આઠ જૂન સુધી ઉનાળુ વેકેશન પડશે. 18 નવેમ્બર થી શાળાઓ શરૂ થઈ જશે.
