રોવરના રસ્તામાં આવ્યો મોટો ખાડો અને તે પાર પણ થઈ ગયો
ઇસરોએ આપી નવી જાણકરી, નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે
ચંદ્ર પર રોવર ભ્રમણ કરી રહ્યું છે પરંતુ તેના માર્ગમાં અવરોધો પણ આવી રહ્યા છે. આજે ઇસરોએ મિશનને લઈને નવી જાણકારી આપી હતી અને અપડેટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ગઇકાલે રોવરના રસ્તામાં એક મોટો ખાડો આવી ગયો હતો જે ચાર મીટર પહોળો હતો. રોવરમાં લાગેલા નેવિગેશન કેમેરામાં તે દેખાયું હતું. ત્યારબાદ રોવરને નવી કમાન્ડ આપવામાં આવી હતી અને નવા રસ્તાને શોધવાની તેને સૂચના આપવામાં આવી હતી અને તેમ કરવામાં રોવર સફળ રહ્યું હતું.
ઇસરોએ એવી માહિતી પણ આપી હતી કે, રોવર સુરક્ષિત રીતે નવા રસ્તા પર આગળ વધી રહ્યું છે. તે નવી-નવી જાણકરી ઇસરોને મોકલી રહ્યું છે. ચંદ્રની સપાટીનું તાપમાન પણ તેણે મોલયુ હતું. તે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે.