રાજ્ય સભામાં કોંગ્રેસના MP અભિષેક સિંધવીની સીટ નીચેથી ચલણી નોટોના બંડલ મળતા ગૃહમાં ભારે હોબાળો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળવાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં, ગઈ કાલે રાજ્યસભામાં તપાસ દરમિયાન, સુરક્ષા અધિકારીઓને અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોનો એક બંડલ મળ્યો હતો. આ મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, “હું સભ્યોને જણાવવા માંગુ છું કે ગઈકાલે ગૃહ સ્થગિત થયા પછી ગૃહની નિયમિત તપાસ દરમિયાન, સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર 222 પરથી ચલણી નોટોના બંડલ જપ્ત કર્યા, જે હાલમાં તેલંગાણામાં છે. રાજ્યમાંથી ચૂંટાયેલા અભિષેક મનુ સિંઘવીને આ બાબત સોંપવામાં આવી હતી અને મેં ખાતરી કરી હતી કે તપાસ થાય અને આ તપાસ ચાલી રહી છે.
ખરેખર શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી હતી કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે.
ખડગેએ વિરોધ કર્યો
રાજ્યસભાના અધ્યક્ષે આજે સંસદમાં સીટ નંબર 222 પરથી સિક્યોરિટી કર્મીને નોટોના બંડલ મળી આવ્યા હોવાની અને આ મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણ કરતાં જ મલ્લિકાર્જુને તુરંત જ ઉભા થઈ સલાહ આપી કે, તમે કહી રહ્યા છો કે, આ મામલે તપાસ હાથ ધરી છે, તો જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી નામ જાહેર કરવુ જોઈએ નહીં.
સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. નડ્ડાએ કહ્યું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય.
સંઘવીએ આરોપો ફગાવ્યાં
અભિષેક મનુ સંઘવીએ આ આરોપોને ફગાવતાં જણાવ્યું છે કે, હું જ્યારે રાજ્યસભામાં જઉં છું, ત્યારે મારી પાસે માત્ર રૂ. 500ની નોટ રાખુ છું. મે આ પ્રથમ વખત સાંભળ્યું છે (મારી પાસે નોટોના બંડલ છે.) હું સંસદમાં 12.57 વાગ્યે પહોંચ્યો હતો. સંસદની કામગીરી 1.00 વાગ્યે શરૂ થઈ હતી. બાદમાં હું 1.30 વાગ્યા સુધી અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે બેઠો હતો અને ત્યારબાદ સંસદમાંથી બહાર નીકળ્યો હતો.