રાધેશ્યામ ગૌશાળા ખાતે રામનવમી ઉત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવા હેતુ તેના પૂર્વ આયોજન અને જવાબદારીની વહેંચણી બાબતે બેઠક થઈ હતી જેમાં રાધેશ્યામ ગૌશાળાના મહંત રાધેશ્યામ બાપુના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગરના જવાબદાર લોકો એકત્રિત થયા હતા. આજની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ માંથી પરેશભાઈ રૂપારેલીયા, વિનય ભાઈ કારીયા, મનીષભાઈ વડેરીયા, જેડી સોમૈયા, રાજુભાઈ ઉમરાણીયા, હેનીલસિહ પરમાર, કિશનભાઈ સેલાર, દિનેશભાઈ ચારણીયા, ધનરાજભાઈ રાઘાણી, પંકજભાઈ તાવિયા, વક્તા પ્રવીણ દાદા વિગેરે હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રા નીકળે તેના માટેનું આયોજન તથા જવાબદારીની વહેંચણી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાધેશ્યામ ગૌશાળા તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત પ્રયાસોથી છેલ્લા ૧૨ વર્ષથી
રામ નવમી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરમાં આવતી દરેક સંસ્થાઓ, હિન્દુ સંગઠનો, સર્વે જ્ઞાતિ ના મહાજન તથા યુવક મંડળો, સર્વે ધૂન મંડળ, રાસ મંડળો, મંદિર સંચાલકો, અન્ય નાના મોટા ગ્રુપો, સોસાયટી પરિસર વિગેરે બધા જ શોભાયાત્રામાં પ્લોટ શણગાર કરીને લાવે તથા કોઈને કોદ યોગદાન આપે ઉપરાંત જાહેર જનતા શોભાય જોડાઈને પોતાનું યોગદાન આપે તથા સનાતનની આ રામનવમી શોભાયાત્રામાં જો પોતાનો મહત્વપૂર્ણ યોગદાન આપે તેવું આ કરવામાં આવ્યું હતું. આગળના આયોજન સર્વે સમાજના અગ્રણીઓ તથા સર્વે સંગ’ આગેવાનો ની એક બેઠક બોલાવવાનો નક્કી છે.