પિતાની રાઇફલ જ કામ લાગી
પાકિસ્તાનમાં 14 વર્ષની એક બાળાએ તેના પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એ નરાધમ બાપ છેલ્લા ત્રણ મહિનાથી પોતાની એ સગી માસુમ પુત્રી ઉપર દુષ્કર્મ આચારતો હતો.
લાહોરના ગુજજરપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. પુત્રીએ તેના પિતાની રાયફલ માથે જ ધડાધડ ગોળીઓ છોડીને દુષ્કર્મી પિતાની છાતી વિંધી નાખી હતી. ઘટના સ્થળે દોડેલી પોલીસે બાળકીની પૂછપરછ કરી ત્યારે આ પાપી કૃત્યનો પર્દાફાશ થયો હતો.
તપાસનીશ આધીકારી સોહેલ કાજમીના જણાવ્યા મુજબ બાળકીએ પોતે છેલ્લા ત્રણ મહિનાથી દુષ્કર્મનો ભોગ બનતી હોવાનું જણાવ્યું હતું. આ બાળકી નર્કની યાતના સહન કરતી હતી અને અંતે તેણે પિતાને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. લાહોરમાં બનેલી આ ઘટના બાદ એ બહાદુર બાળકી પ્રત્યે સહાનુભૂતીના ઘોડાપૂર ઉમટ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ બનાવના આગલા દિવસે લાહોરની અદાલતે પુત્રી ઉપર દુષ્કર્મ આચારનાર અન્ય એક પિતાને પણ ફાંસીની સજા નો ચુકાદો આપ્યો હતો. તેના 24 કલાક બાદ આ પુત્રીએ અદાલત ઉપર નિર્ભર રહેવાને બદલે પોતે જ ‘ ન્યાય ‘ આપી દીધો હતો