જમ્મુ કાશ્મીરમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર: પાકિસ્તાની સીમાથી ઘૂસી રહ્યા હતા અંદર
જમ્મૂ-કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછિલ સેક્ટરમાં આજે એટલે કે ગુરુવારે સુરક્ષાબળોએ આતંકી ઘૂસખોરોને પકડી પાડ્યાં. LoC પર સુરક્ષાબળોએ મોટા ઓપરેશન અંતર્ગત લશ્કર-એ-તૈયબાનાં 5 આતંકીઓને મારી નાખ્યાં છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઑપરેશન ચાલુ છે.
ઘૂસણખોરોની માહિતી મળી હતી
જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું કે આજે સવારે માછિલ સેક્ટરમાં પોલીસે એક વિશેષ ઈનપુટનાં આધારે સેનાની સાતે સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. સૂત્રો અનુસાર જમ્મૂ-કાશ્મીર પોલીસને આતંકવાદીઓનાં એક સમૂહ દ્વારા ક્ષેત્રમાં સંભાવિત ઘૂસણખોરીનાં પ્રયાસ વિશે સૂચિત કર્યું હતું.
6 કલાકનાં લાંબા ઓપરેશન બાદ 3 આતંકીઓ ઢેર
જેવું ઘૂસણખોરી કરનારા સમૂહને સીમા પાસે સર્તક સૈનિકોએ ટ્રેક કર્યું અને વોર્નિંગ આપી તેવી આતંકવાદીઓએ સૈનિકો પણ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ બાદ જવાનો દ્વારા પ્રારંભિક ફાયરિંગમાં 2 આતંકીઓ મૃત્યુ પામ્યાં જ્યારે અન્યો ફાયદો ઊઠાવીને ભાગી ગયાં. 6 કલાકનાં લાંબા ઓપરેશન બાદ વધુ 3 આતંકીઓને મારી દેવામાં આવ્યાં. આમ કુલ 5 આતંકીઓ ઢેર થયાં.
