સાંજે 6 થી રાત્રે 2 વાગ્યા સુધીના સમયમાં 108નાં ફોન સતત રણકતા રહ્યા
રાજ્યમાં કુલ 766 કેસ નોધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં
રાજ્યમાં નવરાત્રી પર્વ પૂરું થઇ ગયું છે અને હવે દિવાળીનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નવરાત્રીના આ દિવસોમાં ચિંતાજનક બાબત એ હતી કે ગરબા રમતા રમતા યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી હતી. નવરાત્રી દરમિયાન 10 કરતાં વધુ યુવાનો ગરબા રમતા રમતા હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં નવરાત્રીના નવ દિવસમાં સાંજના 6 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટેકનાં 766 જેટલા કેસ નોધાયા છે. એકલા સૌરાષ્ટ્રમાં જ નવરાત્રીમાં ૨૫૮ લોકોને હાર્ટએટેક આવ્યાનું નોંધાયું છે. આમાં રાજકોટમાં ૫૮ લોકોને હાર્ટ એટેક આવ્યો છે. આમ યુવાનોમાં હાર્ટ એટેકની બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.
આ આંકડાઓ ૧૦૮ના સુત્રોમાંથી પ્રાપ્ત થયા છે. આ સિવાય પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કે પોતાના વાહનમાં હોસ્પિટલમાં ગયા હોય એ કેસ જુદા ગણવાના છે.
રાજ્યમાં નવરાત્રી દરમિયાના હાર્ટ એટેકની સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોધાયા હતા. અમદાવાદ શહેરમાં હાર્ટ એટેક , બ્લડ પ્રેસર સહિતના 201 કેસ નોધાયા હતા. ગાધીનગરમાં 17, જામનગરમાં 44, જૂનાગઢમાં 24, ભાવનગરમાં 29, રાજકોટમાં 62, સુરતમાં 68, વડોદરામાં 39 કેસ નવરાત્રી દરમિયાના સાંજે 6 થી 2 વાગ્ય સુધીમાં નોધાયા હતા. રાજયમાં નવરાત્રી દરમિયાના હાર્ટને લગતી બિમારીમાં સરેરાશ દરરોજ 85 જેટલા કેસ નોધાતા હતા. રાજ્યની ઇમરજન્સી સેવા એવી 108 દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.
યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કારણોમાં શરીર પ્રત્યેની બેદરકારી, કામનું ભારણ, માનસિક તણાવ, ભોતિક સુવિધાઓ પાછળ દોડધામ, અનિયમિત ખોરાક, પૂરતી ઊઘ ન લેવી, નિયમિત શરીરનું ચેકઅપ ન કરાવવું, જેના કારણે બ્લડ પ્રેસર, શુગર અને હદયની લગતી બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે. નવરાત્રી દરમિયાન ગરબામાં શરીરને વધુ પ્રમાણમાં ડ્રેસ પડે છે જેના કારણે બ્લડ પ્રેસરનું પ્રમાણ વધે છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી છે.
ક્યા દિવસે કેટલા કેસ
પ્રથમ નોરતુંઃ 73
બીજુ નોરતુંઃ 92
ત્રીજુ નોરતુંઃ 69
ચોથુ નોરતુંઃ 109
પાંચમુ નોરતુંઃ 102
છઠ્ઠુ નોરતુંઃ 76
સાતમુ નોરતુંઃ 70
આઠમુ નોરતુંઃ 82
નવમુ નોરતુંઃ 93
ક્યા શહેરમાં કેટલા કેસ
રાજકોટ-૫૮
જામનગર-૪૦
ભાવનગર-૨૬
અમરેલી-૩૧
બોટાદ-૧
દેવભૂમિ દ્વારકા-૧૫
ગીર-સોમનાથ- ૧૨
જુનાગઢ-૨૪
કચ્છ-૨૫
મોરબી-૩
પોરબંદર-૧૧
સુરેન્દ્રનગર-૧૨