અમેરિકા: એક જ કંપનીના ૧ દિવસમાં રૂપિયા ૨૩.૪૨ લાખ કરોડ ડૂબી ગયાં!!
અમેરિકી શેરબજારના ઇતિહાસમાં પ્રથમવાર જ આવો મોટો ફટકો
અમેરિકન ચિપ મેન્યુફેક્ચરિગ કંપની ગદશમશફના શેરમાં મંગળવારે લગભગ ૧૦%નો ઘટાડો થયો છે. તેના કારણે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનને ૨૭૯ બિલિયન (લગભગ ૨૩.૪૨ લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગદશમશફની શેરબજારના મૂલ્યમાં એક ગાળાની ખોટ ફેસબુકના માલિક મેટા પ્લેટફોર્મ્સના ૨૩૨ બિલિયન ઘટાડા કરતાં વધુ હતી. આનું એક મોટું કારણ એ છે કે રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી વિશે વધુ સાવધાની રાખી રહ્યા છે. આ વર્ષે એઆઈએ શેરબજારમાં ઘણી વૃદ્ધિ નોંધાવી હતી, પરંતુ હવે એઆઇના કારણે જ સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએચએલએક્સ ચિપ ઇન્ડેક્સ ૭.૭૫% ઘટ્યો, જે ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો.
ગદશમશફએ ગયા બુધવારે એઆઈ વિશે ત્રિમાસિક આગાહીઓ બહાર પાડી, જેણે રોકાણકારોમાં નવી અપેક્ષાઓ વધારી. પરંતુ હવે એઆઇના કારણે શેરબજારમાં ઘટતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ૧૨ મહિનામાં ટેક્નોલોજી અને સેમિક્નડક્ટર્સમાં એટલા પૈસા રોકાયા છે કે માર્કેટ વેરવિખેર થઈ ગયું છે.
ગદશમશફ સીઇઓને મોટું નુકસાન
ગદશમશફના શેરમાં આ મોટા ઘટાડા બાદ કંપનીના સીઇઓ જેન્સન હુઆંગની સંપત્તિમાં પણ મોટો ઘટાડો થયો છે. મંગળવારે ગદશમશફના શેરમાં લગભગ ૧૦% ઘટાડા પછી, હુઆંગની સંપત્તિ ૯૪.૯ બિલિયન ડૉલરથી ૧૦ બિલિયન ડૉલર ઘટી છે.