રાજકોટ – જામનગર હાઇવે પર વાહનોની રેસ લગાવતા 24 સ્ટંટબાજોની ધરપકડ
બેફામ ટુ વ્હિલર – ફોર વ્હિલર ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મુક્ત આવારા તત્વોનો ફિલ્મીઢબે પીછો કરી રૂરલ એલસીબી, મેટોડા અને પડધરી પોલીસે પકડી પાડયા : 10 બાઈક અને 2 કાર કબજે : ભગવતીપરા, બજરંગવાડી સહિત જામનગર, ગોંડલ, ધોરાજી, સડક પીપળીયાના શખસોએ રેસ લગાવી હતી
રાજકોટ-જામનગર હાઈવે પર ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી સ્ટંટ અને રેસિંગ કરતા સ્ટંટ બાજોને રાજકોટ રૂરલ એલસીબી અને મેટોડા પોલીસ તેમજ પડધરી પોલીસની અલગ અલગ ટીમોએ ફિલ્મી ઢબે પીછો કુલ 24 સ્ટંટબાજોની પોલીસે ધરપકડ કરી 10 ધૂમ બાઈક અને બે કાર કબ્જે કરી હતી. જામનગર હાઈવે પર ફિલ્મી સ્ટંટ કરીને અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકનાર આ તમામ સામે પડધરી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ રાજકોટ-જામનગર હાઈવે પર છેલ્લા ઘણા વખતથી બાઈક ઉપર કેટલાક નબીરાઓ સ્ટંટ કરતા હોય તેમજ ફિલ્મી ઢબે બાઈક અને કારની રેસિંગ કરતા હોવાની ફરિયાદો મળી હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી ટીમોએ રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસેથી પોલીસે 24 શખ્સોને ઝડપી લીધા હતાં. જેમાં જામનગરના જીયાન હુસેન કિસાણી, આઝાદ રજાક સમા, મહમદ હુસેન અલ્તાફ બાઘડા, રાજકોટના રામકુભાઈ ટીસાભાઈ કેરાળિયા, જામનગરના સાહબાજ ઈબ્રાહીમ સેતા, મહમદ હુસેન મજીદભાઈ ભુંગરાણી, રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા સંજય મેરુભાઈ જોરા, રાજકોટના બાલાજી પાર્કમાં રહેતા દર્શિત મહેન્દ્ર ચોટલિયા, ગોંડલના સડક પીપળિયા ગામના કૃણાલ મેઘજીભાઈ મારુ, ભગવતીપરાના વાહીદ સલીમ સેખ, દૂધસાગર રોડ પર રહેતા અજય પ્રવિણ ચુડાસમા, ગોંડલના ખંઢેરિયા શેરીમાં રહેતા હુસેન આરિફ તમીમી, ધોરાજીના સાહિલ યુનુસ નોટિયાલ, બજરંગવાડીના અસનાદ હમીદભાઈ મીયાવા, બજરંગવાડીના ફલક મહમુદીન મુરિમા, જામનગરના ગુલાબ નગરના ફહીમ ઈરફાન મુરીમા, ગોંડલના ભગવતપરામાં રહેતા શકીલ મહમદ વજુગરા, બજરંગવાડીના ક્રિશ હરેશ સોલંકી, દૂધસાગર રોડની ભગવતી સોસાયટીમાં રહેતા સાહિલ અસ્લમ ધંધુકિયા, મજીદ રહિમ સાંઘ, દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડમાં રહેતા સાનિસ હનીફ બાનાણી, વિરાજ સંજય મકવાણા અને ચુનારાવાડના યશ લેખરાજભાઈ શર્માની ધરપકડ કરી 12 વાહનો કબજે કર્યા છે.
જ્યારે રેસીંગ કરનાર આ ટોળકીને ઝડપી લેવા માટે છેલ્લા ઘણા વખતથી પોલીસ મહેનત કરી રહી હતી. અંતે આ ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી અને આ તમામ સામે ભારતીય ન્યાય સહિતાની નવી કલમ 281 તથા એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.