મધ્ય પ્રદેશમાં અકસ્માતમાં 2 કાવડિયાના મોત
કેટલાક ઘાયલ ; સડક કિનારે ટ્રકે ટક્કર મારી હતી
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક ટ્રકે રોડ કિનારે યાત્રા પર નીકળેલા 14 કાવડિયાને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે કાવડિયાના મોત થયા હતા અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ પાંચ કાવડિયાને સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા.
તમામ કાવડિયાઓ સૌરોનથી મુરેનાના સિહોનીયા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી રોષે ભરાયેલા કાવડિયાઓએ હાઈવે બ્લોક કરી દીધો હતો.
વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો જે બાદ કાવડિયાઓએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી જામ હટાવવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ મૃતકો અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કાવડિયા મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી છે.